News of Saturday, 12th July 2025
પ્રજાના હિતમાં જે નિર્ણયો હશે તે લેવામાં આવશે, જાનહાની ન થાય તે પ્રથમ પ્રાથમિકતા
લોકમેળામાં રાઈડસ મામલે ડો.દર્શિતાબેન શાહે કહ્યું

રાજકોટઃ લોકમેળામાં રાઈડસના વિવાદ અંગે ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહે ટીવી ચેનલોમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે પ્રજાના હિતમાં જે નિર્ણય હશે તે લેવામાં આવશે. મેળામાં કોઈપણ નુકસાન કે જાનહાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ મામલે સરકાર સાથે ચર્ચા વિચારણા ચાલુ હોવાનું જણાવેલ. ટીવી ચેનલોએ દર્શિતાબેનના આ જવાબને ‘‘ગોળગોળ'' અને ‘‘કોણીએ ગોળ ચોપડવા'' જેવો ગણાવ્યો છે
(4:12 PM IST)










