<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

રાજકોટ-જેતપુર સીકસ લેન હાઇવે મામલે ગાંધીનગરથી દબાણ આવતા કલેકટર સવારના પહોરમાં હાઇવે પર પહોંચ્‍યા:જુઓ વિડીયો

દર અઠવાડિયે રીવ્‍યુ બેઠક બોલાવવા-ટોલનાકા પર ટ્રાફિક થાય તો વાહનોને જવા દેવાના છૂટેલા આદેશો

રાજકોટઃ તા.૧પ,રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલા સિક્‍સ-લેન કામગીરીને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્‍યા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અને સ્‍થાનિક લોકો દ્વારા વિરોધનું કારણ બની રહી હતી. ગઈકાલે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા કલેક્‍ટર સહિતના અધિકારીઓને આ મામલે કડક શબ્‍દોમાં ઝાટકણી કાઢવામાં આવ્‍યા બાદ, આજે સવારે રાજકોટ કલેક્‍ટર તાબડતોબ હાઈવેની સ્‍થિતિનું નિરીક્ષણ કરવા દોડી ગયા હતા.મહત્‍વનું છે કે, અત્‍યાર સુધી કલેક્‍ટરને ટ્રાફિક કે બ્રિજની કામગીરીમાં કોઈ ખાસ સમસ્‍યા દેખાઈ ન હતી. જોકે, ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓના દબાણ બાદ આજે તેમણે જેતપુરથી રાજકોટ વચ્‍ચેની સિક્‍સ-લેન કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન, કલેક્‍ટરે સંબંધિત અધિકારીઓને અઠવાડિયામાં એકવાર રિવ્‍યુ બેઠક બોલાવવા અને ટ્રાફિક જામ ઘટાડવા માટેના ઉપાયો શોધવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ટોલનાકા પર ટ્રાફિક થાય તો વાહનોને તાત્‍કાલિક પસાર થવા દેવા, કામગીરી ઝડપી બનાવવા અને ટ્રાફિક માર્શલની સંખ્‍યા વધારવા માટે પણ નિર્દેશો આપવામાં આવ્‍યા છે.(૩પ-૧ર)

(3:18 PM IST)