<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સેવા દાયિત્‍વ અને સફળ પારદર્શી સુશાસન સાથે વિકાસની વણથંભી વિકાસયાત્રાને આગળ વધારતા ભુપેન્‍દ્રભાઈ

ટીમ ગુજરાતે દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્‍યોઃ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ આપણા શાષાોમાં રાજા જનકને ‘વિદેહી' ગણાવાયા છે. વિદેહી એટલે એવા વ્‍યક્‍તિ જે સત્તા અને વૈભવ વચ્‍ચે પણ નિર્લેપ રહી સાધુ જેવું જીવન જીવી પોતાની કામગીરી બજાવે છે. ભુપેન્‍દ્રભાઈને નજીકથી ઓળખનાર લોકો જાણે છે કે તેઓ જનકની જેમ જ ‘વિદેહી' રહી ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે યશસ્‍વી કામગીરી બજાવી રહ્યા છે. આજે તેમનો જન્‍મદિવસ છે ત્‍યારે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈને શુભેચ્‍છાઓ આપતા સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવ જણાવે છે, તેમણે સેવા દાયિત્‍વ અને સફળ પારદર્શી સુશાસન સાથે વિકાસની વણથંભી યાત્રાને ગતિ સાથે આગળ વધારી છે.

અનેક ક્ષેત્રોમાં ઇતિહાસ સર્જનાર પ્રગતિશીલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે દ્રઢ મનોબળ સાથે ગુજરાતના વિકાસને લક્ષ્ય બનાવ્‍યુ છે તેને કારણે ગુજરાત આજે વિકાસના પાટા ઉપર પુરપાટ ગતિ કરી રહ્યું છે ત્‍યારે સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને સતત નિરંતર આગળ વધારી છે. તેમના મક્કમ નેતળત્‍વ હેઠળ ગુજરાતે છેલ્લા  વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. પ્રામાણિક સુશાસન માટે મુખ્‍યમંત્રી શ્રીએ ૫૦ કરતા વધુ કલાસ વન ઉચ્‍ચ અધિકારીઓ ને બિનકાર્યક્ષમતા, ભ્રષ્ટાચાર ના આક્ષેપો વિજિલન્‍સ તપાસ માં પુરવાર થયા બાદ રૂખસત આપી ફરજ માંથી દૂર કરી લોખંડી નીર્ધાર સાથે  મજબૂત રાજકીય ઇચ્‍છાશક્‍તિ મક્કમ નિર્ણયાત્‍મકતા દર્શાવી છે. પ્રગતિશીલ મુખ્‍યમંત્રીના નેતળત્‍વમાં રાજ્‍ય સરકારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સંકલ્‍પના અનુસાર રાજ્‍યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં ‘ગ્‍યાન' એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલાશક્‍તિના એમ્‍પાવરમેન્‍ટ અને ઉત્‍થાન ઉપર ફોકસ કર્યું છે. શ્રી ભૂપેન્‍દ્રભાઈ  પટેલના દિશાદર્શનમાં રાજ્‍ય સરકારે  સેવા, સંકલ્‍પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જન-જનને અનુભૂતિ કરાવી છે.

 ખાસ સૌરાષ્‍ટ્રની વાત કરીએ તો ઓખા અને બેટ દ્વારકા વચ્‍ચે અનોખા સુદર્શન સેતુનું નિર્માણ થયું છે ઉપરાંત દ્વારકામાં એરપોર્ટનું આયોજન થયું છે. દ્વારકા કોરિડોર ના વિકાસ માટે હજારો કરોડ ના પ્રોજેકટ દ્વારકા વિશ્વસ્‍તરનું યાત્રાધામ બને તે માટે આયોજન અમલમાં મુકાયું છે. આ સાથે વિશ્વ વિખ્‍યાત યાત્રાધામો સોમનાથ, અંબાજી શક્‍તિપીઠ મહાકાળી મંદિર પાવાગઢ,બહુચરાજી માતાજી,ચોટીલા ચામુંડા માતાજી સહિત ગુજરાતના અનેક યાત્રાધામો તથા અન્‍ય અનેક ધાર્મિક પ્રવાસન સ્‍થળોમાં પણ અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરાયા છે. આમ મુખ્‍યમંત્રીશ્રીના નેતળત્‍વમાં આર્થિક, સામાજિક સાંસ્‍કળતિક અને ધાર્મિક એમ ચારેય ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરાઈ રહી છે. ગુજરાતની જનતાની સેવાના આ  વર્ષોમાં શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને તેમની ટીમ ગુજરાતે દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્‍યો છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત @૨૦૪૭ નું જે વિઝન આપ્‍યું છે, તેને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્‍યમંત્રીના નેતળત્‍વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. લોકનાયક શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂ કરેલ ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને સતત નિરંતર આગળ વધારવા મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ને આજે તેમના જન્‍મદિવસે  રાજુભાઈ ધ્રુવે અભિનંદન આપી મંગલમય શુભકામનાઓ પાઠવી  છે.

(3:50 PM IST)