News of Wednesday, 16th July 2025
રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓની ગેરપ્રવૃતિઓ પર તત્કાળ લગામ મુકોઃ ગ્રામજનોની વિસ્તૃત રજૂઆત:જુઓ વિડીયો
નશાખોરી, દેહવ્યાપાર સહિતના અવળા ધંધાનું દૂષણ ફેલાવતા હોવાના ચોંકાવનારા આક્ષેપોઃ આસપાસના ગામડામાં ગંભીર દૂષણ ફેલાયુ છેઃ પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી માંગણી

રતનપરના સરપંચ, અગ્રણીઓ, ગ્રામજનોએ પોલીસ કમિશનરને વિસ્તૃત રજૂઆત કરી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૬: રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં ગત સાંજે ફરીથી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા વિદેશી-આફ્રિકાના છાત્રો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી, બોલાચાલી થતાં પોલીસ પહોંચી ગઈ હતી. ત્યાર બાદ બંને પક્ષ દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી. રતનપર ગામે રહેતાં નિવળત આર્મી જવાનએ જણાવ્યું કે તે પોતાના મોબાઈલ ફોનમાં વાત કરતા હતા ત્યારે મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી એક છાત્રા અને એક છાત્ર નીકળ્યા હતા. આ બંનેને પોતાનો વીડીયો ઉતાર્યાની શંકા જતાં મોબાઈલ ફોન ઝુંટવીને ભાગ્યા હતા. જેથી તેણે પીછો કર્યો હતો. તેણે મોબાઈલ ફોનનો લોક ખોલી આપતાં બંનેએ તેમાં પોતાના વીડીયો કે ફોટા છે કે નહીં તે ચેક કર્યું હતું. ત્યારબાદ મારામારી ઝપાઝપી કરી હતી. આ બાબતે તેમણે કુવાડવા પોલીસને રજૂઆત કરી હતી. દરમિયાન આજે ગામલોકોએ સરપંચ અને આગેવાનને સાથે રાખી પોલીસ કમિશનરને વિસ્તૃત રજૂઆત કરી હતી.
રતનપર ગામના ગ્રામજનો અને સરપંચે કુવાડવા પોલીસમાં આફ્રિકન વિધાર્થીઓ વિરૂધ્ધ ગંભીર આક્ષેપો સાથેની રજુઆત કરી હતી. જેમાં ટૂંકા કપડા પહેરી બારે શેરીઓમાં આવવું, બહારથી દારૂ અને નશાના અન્ય પદાર્થો જેમ કે ગાંજો, ચરસ લાવી અહી સેવન કરે છે. રતનપર વાસીઓ સાથે નશા ધુત્ત હાલત માં જગડો કરે છે. કોઈ પણ પ્રકારના સરકારી અગ્રીમેન્ટ વગર ભાડે મકાનમાં રહે છે તથા સરકારના મોડેલ ટેનન્સી એક્ટ ૨૦૨૧ મુજબ જ્યારે કોઇ વ્યક્તિ વિદેશી લોકોને મકાન ભાડે આપે ત્યારે નજીક ના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે જે એક પણ મકાન માલિકે કરી નથી. આફ્રીકન ફિમેલ વિદ્યાર્થી અહી રહેણાક વિસ્તારમાં વેશ્યાવળત્તિ કરે છે જે શરમજનક બાબત છે અને રતનપરમાં રહેતા તમામ સમાજ પર ખરાબ અસર પડે છે. આફ્રીકન વિદ્યાર્થી ઉપર કાયદાકીય પગલાંથી અગ્રીમેંટ વગર વસવાટ કરતા તમામ લોકોને રહેવાની પરવાનગી ન આપી તમને ઘર ખાલી કરવાનું કહેવામાં આવે તેવી અમારી માંગણી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે કેટલીક યુનિવર્સિટીઓ પોતાનો નેક ગ્રેડ વધારવા આંતરરાષ્ટ્રીય ઇમેજ માટે વિદેશી છાત્રો લાવે છે પણ તેના કોૈભાંડમાંથી ઉત્તરદાયીત્વથી દૂર રહે છે. આવા છાત્રો માટે ફરજીયાત યુનિવર્સિટીઓએ કેમ્પસમાં જ રહેવાની હોસ્ટેલની સુવિધા ઉભી કરવી જોઇએ. આવા છાત્રો મોટે ભાગે ગવરીદળ, રતનપર, બેડી, માધાપર ચોકડી, અટલ સરોવર વિસ્તારમાં ભાડે રહે છે. પડોશીઓ દ્વારા આવા લોકોના ગંદા વર્તનની ફરિયાદો થતી રહે છે. કોઇ જો આવા છાત્રોને ઠપકો આપે તો તેઓ તુરત જ ગ્રુપમાં સંદેશો મોકલી બધાને એકઠા કરી દાદાગીરી પર ઉતરી આવે છે. રતનપરામાં આવુ જ થયું છે.
રજૂઆતમાં આગળ જણાવાયું છે કે અમારી સ્પષ્ટ માંગ છે કે તમામ શંકાસ્પદ ફલેટ, હોટલ, મકાનો પર તપાસ કરવી. ભાડા કરાર તેમજ પત્રો ચકાસી જરૂરી કાનુની કાર્યવાહી કરવી. સોશિયલ મિડીયા એપ્લીકેશનથી થતી ગેરકાયદે પ્રવૃતિ અટકાવવી. ઘર ભાડે આપનારા મકાન માલિકો વિરૂધ્ધ ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ પગલા લેવાય. જે તે કોલેજે યુનિવર્સિટી આવા વિદેશી છાત્રોના રહેવા માટેની સીમાઓ નક્કી કરે. તેમ વધુમાં જણાવાયું હતું. રજૂઆતમાં ગામના સરપંચ ઇન્દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ઝાલા, રોહિતસિંહ રાજપૂત, હિરેન્દ્રસિંહ ઝાલા, ડી. એન. જાડેજા, યશપાલસિંહ, હરિヘંદ્રસિંહ, ડી. કે. પારઘી, ગોૈતમ ધાધલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા સહિતના જોડાયા હતાં. (૧૪.૧૧)
(3:07 PM IST)










