News of Wednesday, 16th July 2025
એઇમ્સ રાજકોટ માં આરોગ્ય અને ડિઝાસ્ટરના ‘‘ભીષ્મ'' કયુબ્સ વર્કશોપ
પ્રો. ડો.તન્મયરોય દ્વારા કયુબ પર લાઇવ ડેમોસ્ટ્રેશન

રાજકોટઃ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર મંત્રાલય ((MoHFW) ના પ્રોજેકટ હેઠળ ((BHISHMA) કયુબ પર એઇમ્સ રાજકોટના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા ભારત હેલ્થ ઇન્શિયેટિવ ફોરના સહયોગ અને મૈત્રી હેઠળ (BHISHMA) કયુબ્સ પરએક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું...
ભીષ્મ આરોગ્ય મૈત્રી પ્રોજેકટએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દુરંદશી નેતૃત્વ હેઠળ એક વૈશ્વિક આરોગ્ય પહેલ છે જે સમગ્ર દેશ અને વિશ્વમાં આપત્તિ સમયમાં આરોગ્ય સંભાળ પહોંચાડવાનું કામ કરે છે. ...તેમ યાદીમાં જણાવાયું છે. સેમીનારના મુખ્ય અતિથિ અને અને મંત્રાલયની ટીમનું નેતૃત્વ સાંભળતા નિવૃત વાઇસ એર માર્શલ પ્રો.ડો. તન્મય રોય, દેશના સશષા દળોના ભૂતપૂર્વ મુખ્ય સર્જન અને ભીષ્મ કયુબ્સના મુખ્ય સંશોધક છે.... અને ભીષ્મ કયુબ્સ પર પ્રો.ડો. તન્મય રોયના નેતૃત્વ દ્વારા કયુબ પર લાઇવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું નસિંગ/ પેરામેડિકલ સ્ટાફ અને તમામ વિભાગોમાંથી આવેલ અધિકારીઓ સાથે પ્રદર્શન તેમજ ઓરિએન્ટેશન કરવામાં આવ્યું હતું ....
સેમીનાર દરમ્યિાન એઇમ્સ રાજકોટના એકિઝકયુટિવ ડાયરેકટર પ્રો. ડો. જી.ડી. પુરી અને નિવૃત વાઇસ એર માર્શલ પ્રો. ડો. તન્મય રોય દ્વારા આપત્ઓિ અને ભૂસ્ખલન, પર ધરતીકંપ, આગ અકસ્માતો અને યુદ્ધ જેવા વિવિધ પ્રકારના માનવતા વાદી સંકટોના સમયસર સંચાલનમાં જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ કચેરીના પ્રતિનિધિઓ વચ્ચે ગાઢ સંકલનના મહત્વ પર ભાર મૂકયો હતો.
કયુબ્સની વિશેષતાઓ વિશે જાણીએ તો આ કયુબ્સમાં પોર્ટેબલ ઓકિસજન મશીન, ઓપરેટિંગ ટેબલ આવશ્યક દવાઓ, માઇનોર સર્જરી ઓપરેશન થિયેટર, એકસ-રે મશીન, પોર્ટેબલ યુ.એસ.જી. સાથે સારવાર ની તમામ સુવિધાઓ અને સર્વાઇવલ કીટ જેવી આપત્તિ વ્યવસ્થાપનની તમામ સુવિધાઓથી સજજ છે. તેમજ આ કયુબ રોડ દ્વારા તેમજ ટ્રેન અને હવાઇ માર્ગ દ્વારા ગમે તે આપતી સ્થળ પર લઇ જઇ શકાય છે.
આ વર્કશોપમાં કલેકટર ઓફિસ, સીટી પોલીસ,રૂરલ પોલીસ,ટ્રાફિક ઓફિસ, આ.ટી.ઓ વિભાગ, ફાયર બ્રિગેડ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, રાજકોટ મહાનગર આરોગ્ય વિભાગ, ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ વિભાગ PUD સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, એરપોટૃ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રેલ્વે પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતો.
એઈમ્સ રાજકોટ એકિઝકયુટિવ ડાયરેકટર પ્રો. ડો. જી.ડી. પુરી અને ડેપ્યુટી ડાયરેકટર કર્નલ અંકુર પ્રતાપસિંહના અને મંત્રાલય ટીમનું નેતૃત્વ સંભાળતા નિવૃત વાઇસ એર માર્શલ પ્રો.ડો. તન્મય રોયના માર્ગદર્શનમાં સફળ વર્કશોપનું આયોજન થયું હતું... અને આ સત્રનું સમાપન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચેરમેન પ્રો. ડો. વિક્રમ વર્ધન દ્વારા આભારવિધિ સાથે કરવામાં આવ્યું હતું....
(3:02 PM IST)










