News of Thursday, 17th July 2025
ઇન્ડિયા હોમની ૧૮ લાખથી વધુની બાકી હોય કલેકટરના હુકમ બાદ મકાનનો કબજો લેતા પૂર્વ મામલતદાર
કબજો લઇ સીલ મારી ઇન્ડિયા હોમને સુપ્રતઃ હજુ ૩ થી ૪ કેસમાં તોળાતા પગલા

રાજકોટ તા.૧૭: રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર -૧ ડો.સી.એમ.પરમારની સૂચના મુજબ મામલતદાર અજીતકુમાર જોષી, અને સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિકયુરાઈઝેશન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લઈ ને ઇન્ડીયા હોમ લોન લીમીટેડને કબજો સોંપવામાં આવ્યો.
ઇન્ડીયા હોમ લોન લીમીટેડ દ્વારા શ્રી જીતેન્દ્રભાઇ છગનભાઇ ચૌહાણ વિ.-૩ ને રાજકોટ જીલ્લાના રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તાર માં આવેલ સુખાસાગર સોસાયટી, શેરી નં- ૪,સીટી સર્વે નં.૧૩/૨, રેવન્યુ સર્વે નં.૬ પૈકી૬ ના પ્લોટ નં.૩૧ પૈકી દક્ષિણ તરફની જમીન ચો.મી.આ. ૪૬-૬૪ બરાબર ચો.વાર. ૫૬-૦૦ ઉપર આવેલ રહેણાંક મકાન કે જે રજીસ્ટર દસ્તાવેજ અનુક્રમ નં. ૧૧૩૯૦ થી જીતેન્દ્રભાઇ છગનભાઇ ચૌહાણ વિ.-૨ ના નામે આવેલ છે તે મિલ્કત ઉપર લોન અપાયેલ, આ લોન ભરપાઇ નહી કરતા રાજકોટ ના ઘી સિકયુરાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીય એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઇન્ટરેસ્ટ એકટ-૨૦૦૨ તળે સિકયોર્ડ એસેટ નો કબજો લેવા બાબતનો હુકમ કરવામાં આવેલ હતો. તે મિલ્કત ઉપર રહેણાંક મકાન નો કબજો આજ રોજ લેવાયો હતો.
આ માટેની નોટિસ એમ.બી.જાડેજા, (નાયબ મામલતદાર દ્વારા) તૈયાર કરી મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ) ની સહી કરી બજવેલ હતી. મિલકત ઉપર તા. ૩૧/૧૨/૨૦૨૦ સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. ૧૮,૧૫,૬૮૮-૦૦ અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો હતો.
(3:45 PM IST)










