News of Thursday, 17th July 2025
બામણબોર પૂલ પાસે કાવો મારવા મામલે ટ્રકચાલક સાગર પર હુમલો
આગલા ટ્રકવાળાએ ગાળો દઇ ધોકાવાળી કરી

રાજકોટ તા. ૧૭: આજીડેમ ચોકડી પાસે યુવરાજનગરમાં રહેતાં સાગર ભનાભાઇ સોરાણી (ઉ.વ.૨૮)ને સવારે આઠેક વાગ્યે ટ્રક લઇને વડોદરાથી રાજકોટ તરફ આવી રહ્યો હતો ત્યારે બામણબોર પૂલ પાસે અજાણ્યા ટ્રક ચાલકે ધોકાથી માર મારતાં માથા, શરીરે ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
સાગરના કહેવા મુજબ પોતે વડોદરાથી ટ્રકમાં મેંદો ભરીને રાજકોટ આવવા નીકળ્યો હતો. બામણબોર પાસે પહોંચ્યો ત્યારે પૂલ ચડતાં આગળના ટ્રકને એક ગાય આડી આવી હોઇ તેના ચાલકે બ્રેક મારતાં પોતે આ ટ્રક પાછળ અથડાઇ ન જાય એ કારણે કાવો મારી આગળ જતાં આગળના ટ્રકવાળાએ તેને કાવો મારવા મામલે ઝઘડો કરી ગાળો દઇ ધોકાથી માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા સહિતે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.
(4:12 PM IST)










