તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Friday, 18th July 2025
કામનાથ પ્રાઇવેટ લી.ની વૈશ્વિક લેવલે ધમાકેદાર એન્ટ્રી : ૯ એવોર્ડ મેળવ્યા...
વિવિધ દેશના મહાનુભાવોની ઇવેન્ટ હોય કે દિવની ફર્ન હોટેલની દિવ્યતા તમામ લેવલે MD પ્રિયવદનભાઈ કક્કડ ટીમે ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી...: જાણીતા ફિલ્મી અભિનેતા અર્જુન કપૂર, જાણીતી અભિનેત્રી નુસરત ભરૂચા, જાણીતા ગાયક અદનાન સ્વામી સહિત દેશ વિદેશની નામાંકિત હસ્તીઓ દ્વારા એવોર્ડ વિતરણ કરાયા...: માત્ર કક્કડ પરિવાર કે રઘુવંશી સમાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર મૂળ રાજકોટનાં વતની એવા પ્રિયવદન ભાઈ કક્કડે સફળતાનો શ્રેય ટીમની જહેમત, પરિવારનો સહયોગ, આત્મીય શુભેચ્કોની લાગણી અને કામનાથ મહાદેવના આશીર્વાદ મહત્વના હોવાનું અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું...

રાજકોટ, તા.૧૮: વિદેશી મહાનુભાવો કે રાજ્ય સરકારની મહત્વની ઇવેવટ્સમાં જેમનું નામ તેમના ક્વોલિટી વર્ક, ઝડપી છતાં વ્યાજબી ભાવ માટે દેશના વિવિધ રાજ્યોમાં નામ જાણીતું છે તેવા કામનાથ પ્રાઇવેટ લી.એ વિવિધ થાઇલેન્ડ ખાતે યોજાયેલ EMF ACE ગ્લોબલ એવોર્ડ ૨૦૨૫ સમારોહમાં અલગ અલગ કેટેગરીમાં કુલ ૯ એવોર્ડ મેળવી વિશ્વ લેવલે ઇતિહાસ રચ્યો છે. આવી અભૂતપૂર્વ સિદ્ધ બદલ તેમના વિશાળ શુભેચ્છકો દ્વારા ગત રાતથી અભિનંદન વર્ષા આભ ફાડીને અવિરત ચાલુ છે. પ્રિયવદનભાઈ કક્કડ (૯૦૯૯૦ ૩૮૫૫૫).
અત્રે એ યાદ રહે કે મૂળ રાજકોટના અને વર્ષો જૂની એવી બેચરભાઈ મેઘજીભાઈ કક્કડ પરિવારના કામનાથ મહાદેવના અન્નય ભકત સ્વ. શાંતિદાદાના પુત્ર પ્રિયવદનભાઇ નરેન્દ્રભાઇ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ સમયથી તેમની આગવી સૂઝ બૂઝના પ્રશંસક રહ્યા હતાં.
એક સમયે ગુજરાતના એક મહત્વની ઇવેન્ટસ માટે ચર્ચા કરી રહ્યા હતા, એ સમયે ટૂંક ગાળામાં ખૂબ સારું કાર્ય કરવાની વાત નીકળી ત્યારે નરેન્દ્રભાઇ દ્વારા પ્રિયવદન કક્કડની મદદ લેવા સૂચવેલ.
કામનાથ પ્રાઇવેટ લી.વતી મેનેજિંગ ડિરેક્ટર પ્રિયવદનભાઈ કક્કડ, મેનેજર, સાથે પ્રીતિબેન કક્કડ, કંપનીને વિશ્વના નકશામાં સ્થાન અપાવવા સતત એનિવેટિવ આઇડિયા આપતા યુવા ડાયરેક્ટર અવધ કક્કડ અને અંશી ઉપસ્થિત રહી તાળીઓના ગડગડાટ સાથે એવોર્ડ મેળવેલ.
બેસ્ટ એજન્સી, બેસ્ટ ગવર્મેન્ટ ઇવેન્ટ્સ, બેસ્ટ કોન્ટેક્ટ,બેસ્ટ કોન્ફરન્સ, બેસ્ટ એક્ટિવેશન, બેસ્ટ કોર્પોરેટ ઇવેન્ટસ,બેસ્ટ પબ્લિક ઇવેન્ટસ,બેસ્ટ ર્સ્પોટિંગ ઇવેન્ટસ, બેસ્ટ ડિઝાઇન અને દિવ ખાતે તેમના દ્વારા સંચાલિત હોટલ ફર્નની મહેમાનગીતી સહિત અદભુત લોકેશન, વિગેરે ધ્યાને રાખી એવોર્ડ આપવામાં આવ્યા છે. અકિલા સાથેની વાતચીતમાં કામનાથ પ્રાઇવેટ લી. ટીન, હોટલ ફર્ન ટીમ વિગેરેની જહેમત સાથે મિત્રો, શુભેચ્છકો અને ભગવાન કામનાથ મહાદેવના તેમના પરિવાર વર્ષોથી વરસતા આશીર્વાદનો સિંહ ફાળો હોવાનું આટલી મોટી સિદ્ધિ પછી ખૂબ નમ્રતાપૂર્વક જણાવેલ.
ઉકત પ્રસંગે જાણીતી અભિનેત્રી નુસરત ભરૂચા, નીતિન અરોરા પ્રેસિડેન્ટ EMF જયદીપ મહેતા, જાણીતા ફિલ્મી અભિનેતા અર્જુન કપૂર, લોકપ્રિય ગાયક ( મુજકો ભી તું લિફ્ટ કરાદે) ફેમ્.
આ ઉપરાંત્વ શ્રીજી હજુર લક્ષ્યરાજસિંહજી ઉદયપુર, વિગેરે સહિત દેશ અને દુનિયાની નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહેલ
(12:08 PM IST)










