News of Friday, 18th July 2025
તહેવારો પુર્વે જ સીંગતેલ ડબ્બાનો ભાવ રપ૦૦ રૂા.ની સપાટી તરફ
છેલ્લા ૧પ દિવસમાં સીંગતેલમાં ૮૦ રૂા.નો ભાવવધારો : આજે પણ સીંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં ઉછાળો

રાજકોટ, તા., ૧૮ : સાતમ આઠમના તહેવારો પુર્વે જ ખાદ્યતેલોના ભાવો આસમાને પહોંચતા મોંઘવારીના ચક્રમાં પીસાતી પ્રજાનું બજેટ અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સીંગતેલમાં ધીમી ગતીએ ભાવ વધારાના પગલે સીંગતેલ ડબ્બાનો ભાવ રપ૦૦ રૂા.ની સપાટી તરફ જઇ રહયો છે.
સ્થાનીક બજારમાં આજે સીંગતેલમાં વધુ પ રૂા.નો ઉછાળો થયો હતો. સીંગતેલ લુઝનો ભાવ ૧૪૨૫ રૂા. અને સીંગતેલ નવા ટીનનો ભાવ ર૪૪૦ થી ર૪૯૦ રૂા. થયા છે. છેલ્લા ૧પ દિવસમાં સીંગતેલમાં ૮૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. ગત વર્ષે સારા વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં મગફળીનો પુષ્કળ પાક થયો હોવા છતાં તહેવારો પુર્વે તેલીયા રાજાઓએ કાચા માલની અછતના બહાને ભાવવધારાનો ખેલ પાડી દઇ સીંગતેલના ભાવમાં ભાવવધારો ઝીંકી દીધો છે. તહેવારો ટાંકણે સીંગતેલના ભાવ રપ૦૦ રૂા.ની સપાટીએ પહોંચી જાય તો નવાઇ નહી. તેમ વેપારી સુત્રોએ જણાવ્યું હતું.
સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ભાવવધારાનો ખેલ યથાવત છે. આજે કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂા.ના ઉછાળા સાથે કપાસીયા તેલ લુઝના ભાવ ૧૩રપ અને કપાસીયા ટીનના ભાવ વધીને રર૮૦ થી ર૩૩૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. કપાસીયા તેલમાં છેલ્લા ૧પ દિ'માં ૧૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
તહેવારો ટાંકણે જ સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો ભળકે બળતા રાજય સરકાર ખાદ્યતેલોના ભાવો અંકુશમાં લેવા અસરકારક પગલા ભરે તેવી લોકોમાં માંગણી ઉઠી છે. (૪.૩૩)
(2:31 PM IST)










