News of Friday, 18th July 2025
વિદ્યાર્થી ઉત્કર્ષ માટે વિદ્યાર્થી પરિષદ પ્રતિબધ્ધ
યુનિવર્સિટી-કોલેજો તેમજ ખાનગી શાળાઓમાં ચાલતી ગેરપ્રવૃત્તિ કે અન્યાય સામે અખિલ : ભારતીય વિદ્યાર્થી પરિષદ આકરો પરચો આપશેઃ પૂર્ણ કાલીન વિભાગ સંગઠન મંત્રી જયદિપસિંહ જાડેજા

રાજકોટ : અકિલા કાર્યાલય ખાતે પુર્ણકાલીન વિભાગ સંગઠન મંત્રી જયદિપસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી વત્સલભાઇ ગઢવી, અને શરદભાઇ કોટક નજરે પડે છે. (તસ્વીર
રાજકોટ તા.૧૮: છેલ્લા કેટલાક સમયથી શિક્ષણક્ષેત્રે વેપાર કરવા તેમજ વિદ્યાર્થીને અન્યાયકર્તા નિયમોની ફરીયાદ ઉઠી છે. જયારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે વિદ્યાર્થી કલ્યાણ અને હિત માટે આંદોલનાત્મક અભીયાન ચલાવવાનો મિજાજ વ્યકત કર્યો છે.
અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના પૂર્ણકાલીન વિભાગ સંગઠનમંત્રી જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીના હિતમાં અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ સદૈવ કાર્ય કરતુ હતું અને આગળ પણ કરશે. યુનિવર્સીટી, કોલેજ, શાળાઓમાં જયાં વિદ્યાર્થીઓના પ્રશ્નો હશે ત્યાં લડત ચલાવવાનો કોલ આપ્યો છે.
ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના પ્રશ્ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કુલપતિ ડો. ઉત્પલ જોશીને ઘેરાવ કરી ઉગ્ર દેખાવો કરીને છાત્ર શકિતનો પરચો આપ્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) જે ૯ જુલાઇ ૧૯૪૯થી વિદ્યાર્થીહીત અને રાષ્ટ્રીય હિત માટે કાર્યરત વિશ્વનું સૌથી મોટું બિન-રાજકીય વિદ્યાર્થી સંગઠન છે તેના ઉપક્રમે ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને થતી વિવિધ પ્રકારની સમસ્યાઓ અંગે તીવ્ર રજૂઆત કરવામાં આવી. યુનિવર્સિટી ખાતે ૩ થી ૪ કલાક સુધી વાઇસ ચાન્સેલર ઓફીસનો ઘેરાવ કરવામાં આવ્યો અને ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજૂઆત કરી. લાંબા સમય બાદ યુનિવર્સિટીમાં પ્રશાસનને સમસ્યાની ગંભીરતા સમજાઇ અને તેમણે લેખિતમાં ખાતરી આપીને જવાબદારી સ્વીકારી હતી. (પ-ર૦) : અભિજીત બગથરીયા)
(3:39 PM IST)










