<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

પોપટપરા નાલા પાસે મહિલા બૂટલેગરની બે ગેરકાયદે ઓરડી પર પ્ર.નગર પોલીસે બૂલડોઝર ફેરવી દીધું

દારૂના આઠ ગુનામાં ગોદાવરીની સંડોવણીઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ વી. આર. વસાવા અને ટીમની કાર્યવાહી

 

રાજકોટઃ કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે અને લોકોમાં સુરક્ષા, સલામતિ અનુભવાય તે માટે અસામાજીક તત્‍વોના ગેરકાયદે દબાણો તોડી પાડવા, વિજ કનેક્‍શન કપાવી નાખવા સહિતની કડક કાર્યવાહી શહેર પોલીસ કરે છે. આ અંતર્ગત પ્ર.નગર પોલીસ સ્‍ટેશન હેઠળના પોપટપરાના નાલા પાસે જેલ સામે રહેતી ગોદાવરીબેન કનકભાઇ દેત્રોજાએ ગેરકાયદેસર રીતે ચણી લીધેલી ઓસરી સાથેની બે ઓરડી પર બૂલડોઝર ફેરવી દેવાયુ હતું. આ મહિલા વિરૂધ્‍ધ દારૂના આઠ જેટલા ગુના નોંધાયેલા છે. મહાપાલિકાની ટીમને સાથે રાખી દબાણ તોડી પાડવાની કામગીરી થઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવા અને ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૮)

(2:34 PM IST)