<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ઝનાના હોસ્‍પિટલ પાસેથી રિક્ષા ચોરી ગુંદાવાડી હોસ્‍પિટલ પાસે ફેરો કરવા ગયોઃ દિલીપ સોલંકી પકડાયો

એ-ડિવીઝન ડી. સ્‍ટાફના સાગરભાઇ માવદીયા, કનુભાઇ બસીયા, ધર્મેશભાઇ ખાંડેખાની બાતમી પરથી પીએસઆઇ રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: પેલેસ રોડ પર પદ્મકુંવરબા હોસ્‍પિટલ નજીકથી એ-ડિવીઝન પોલીસે એક શખ્‍સને રિક્ષા સાથે પકડી રિક્ષાચોરીનો ભેદ ઉકેલ્‍યો છે. આ રિક્ષા પાંચેક દિવસ પહેલા ઝનાના હોસ્‍પિટલ ચોક પાસેથી તેણે ઉઠાવી લીધાનું કબુલ્‍યું હતું.ટીમ ચોરી, ચિલઝડપ, ઘરફોડી, વાહનચોરી, મોબાઇલ ચોરીના બનાવો બનતા અટકે અને આવા ગુના ડિટેક્‍ટ થાય તે માટે પ્રયત્‍નશીલ હતી ત્‍યારે હેડકોન્‍સ. સાગરભાઇ માવદીયા, કનુભાઇ બસીયા, કોન્‍સ. ધર્મેશભાઇ ખાંડેખાને મળેલી બાતમી પરથી ગુંદાવાડી હોસ્‍પિટલ નજીકથી દિલીપ ભાણાભાઇ સોલંકી (ઉ.વ.૩૦-રહે. ભગવતીપરા આશાબા પીરની દરગાહ પાસે)ને રૂા. ૧,૩૦,૦૦૦ની બજાજ કંપનીની રિક્ષા સાથે પકડી લીધો હતો.

રિક્ષાના આધાર પુરાવા માંગતા ગલ્લતા તલ્લા કર્યા હતાં. આ રિક્ષા તેણે ચોરી કરી હોવાની પાક્કી બાતમી હોઇ વધુ પુછતાછ કરતાં અને ઇ-ગુજકોપમાં ડેટા ચેક કરતાં આ રિક્ષા ચોરાઉ હોવાનું ખુલ્‍યું હતું. બાદમાં તેણે રિક્ષા ઝનાના હોસ્‍પિટલ પાસેથી ફેરવવા માટે ચોરી લીધાનું રટણ કર્યુ હતું. ઇન્‍ચાર્જ પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, ધારાભાઇ વનારીયા, મહેશભાઇ ચાવડા, સાગરભાઇ માવદીયા, કોન્‍સ. ધર્મેશભાઇ ખાંડેખા અને તેજસભાઇએ આ કામગીરી કરી હતી. (૧૪.૬)

(2:05 PM IST)