તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Monday, 21st July 2025
ક્રાંતિવીર મંગલ પાંડેની જન્મજયંતિ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલી

રાજકોટ, ક્રાંતિવીર શ્રી મંગલ પાંડેનું નામ ‘ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અગ્રણી યોદ્ધા તરીકે આદરપૂર્વક લેવામાં આવે છે, તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી ક્રાંતિની જ્યોતથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની હચમચી ગઈ હતી. મંગલ પાંડેની શહીદીએ ભારતમાં પ્રથમ ક્રાંતિના બીજ વાવ્યા હતા. ભારતની આઝાદીની પહેલી લડાઈ એટલે કે ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ તેમના જ વિદ્રોહથી શરૂ થયો હતો. ક્રાંતિવીર મંગલ પાંડેની આજ તા.૧૯ ૧૯૮મી જન્મજયંતિ નિમિતે તેઓની બ્રહ્મકુંજ સોસાયટી ગાર્ડનમાં આવેલ પ્રતિમાને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરો અને હોદેદારોએ પુષ્પાંજલિ અર્પણ કરી, મસ્તક નમન અને પ્રણામ કર્યા. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, દુર્ગાબા જાડેજા, મંજુબેન કુગસીયા, શિક્ષણ સમિતિના સદસ્ય મનસુખભાઈ વેકરીયા, મહામંત્રી વોર્ડ નં.૧૨ જયેશભાઈ પંડ્યા, વોર્ડ નં.૧ના પ્રભારી કાથડભાઈ ડાંગર, અગ્રણી પ્રવિણભાઈ પાઘડાર, ઘનશ્યામભાઈ કુગસીયા, બાંધકામ વિભાગના, ગાર્ડન શાખાના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહી, પુષ્પાંજલિ અર્પણ કરી, મસ્તક નમન અને પ્રણામ કરેલ.
(2:26 PM IST)










