<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

એરપોર્ટને વિજયભાઇનું નામ આપવા પંચાયતમાં ઠરાવ

રાજકોટ, તા., ર૧ : શહેરથી નજીકના હીરાસર આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટને પુર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું નામ આપવા સરકારને ભલામણ કરશે ઠરાવ આજે જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં કરવામાં આવેલ.

 અગાઉ પુર્વ પ્રમુખ શ્રી ભુપત બોદરની દરખાસ્‍ત મુજબ કારોબારી સમીતીની બેઠકમાં આવો ઠરાવ કરવામાં આવ્‍યો હતો. સામાન્‍ય સભામાં વિજયભાઇ સહીતના વિમાન દુર્ઘટનાના મૃતકોને અને આણંદ પાસેના પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી.

 

(3:56 PM IST)