<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રીસેટ વેલ્‍થ કંપનીમાં રોકાણમાં વળતરની લાલચે ૪૫ લોકો સાથે ૫ કરોડ ૯૧ લાખની છેતરપીંડી

૧૫૦ ફુટ રીંગ રોડ પર આરકે એમ્‍પાયરના છઠ્ઠા-સાતમા માળે ઓફિસ ખોલવામાં આવી હતીઃ દર મહિને રોકાણ પર ૫ થી ૭ ટકા વળતરની લાલચ અપાઇઃ શરૂઆતમાં વળતર જમા થયું: ફેબ્રુઆરી-૨૦૨૫થી વળતર બંધ થઇ ગયું: તપાસ થતાં કંપની જ ઉઠી ગયાની ખબર પડીઃ નાના મવા ગામના ખેડુત નિર્મળસિંહ જાડેજા અને તેમના પરિવારજનોએ ૫૪ લાખ અને બીજા ૪૦ રોકાણકારોએ ૫ કરોડ ૩૭ લાખ ગુમાવ્‍યાઃ માલવીયાનગર પોલીસે સંજય માંગરોલીયા વિરૂધ્‍ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૨૨: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ નજીક આવેલી આરકે એમ્‍પાયર બિલ્‍ડીંગના છઠ્ઠા અને સાતમા માળે રીસેટ વેલ્‍થ કંપનીના નામે  ઓફિસ ખોલી રોકાણ પર દર મહિને પાંચથી સાત ટકા વ્‍યાજ આપવાની લાલચ આપી શરૂઆતમાં રોકાણકારોને નિયમીત વ્‍યાજ ચુકવી છેલ્લે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં વ્‍યાજ ચુકવવાનું બંધ કરી દેવામાં આવતાં અને રોકાણકારોના ફોન પણ કંપનીના સંચાલકે ઉપાડવાનું બંધ કરી દઇ છેલ્લે ઓફિસ બંધ કરી ગાયબ થઇ જતાં નાના મવાના ખેડૂત અને તેમના પરિવારના બીજા ચાર લોકો સાથે ૫૪ લાખની અને બીજા ૪૦ રોકાણકારો સાથે ૫ કરોડ ૩૭ લાખ ૮૦ હજાર મળી કુલ રૂા. પાંચ કરોડ એકાણુ લાખ એંસી હજારથી ઠગાઇ કરવામાં આવતાં રોકાણકારોમાં દેકારો મચી ગયો છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે  નાના મવા ગામ વાછરા દાદાના મંદિર સામેની શેરીમાં રહેતાં ખેડૂત નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી ૧૫૦ રીંગ રોડ આરકે એમ્‍પાયર બિલ્‍ડીંગમાં છઠ્ઠા અને સાતમા માળે રીસેટ વેલ્‍થ નામે કંપનીની ઓફિસો ખોલનારા સંજય લાલજીભાઇ માંગરોલીયા અને તપાસમાં ખુલે તેની સામે રોકાણ પર દર મહિને પાંચથી સાત ટકા વ્‍યાજની લાલચ આપી રૂા. ૫ કરોડ ૯૧ લાખ ૮૦ હજારની ઠગાઇ કરવાનો ગુનો દાખલ કર્યો છે. નિર્મળસિંહ સહિત ૪૦ જેટલા રોકાણકારો આમાં છેતરાઇ ગયા છે.

નિર્મળસિંહ જાડેજા એ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું અને મારે પડધરીના વચલીઘોડી ગામે ખેતીની જમીન છે. હું અને મારા પત્‍નિ રમીલાબા ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં સેવીંગ એકાઉન્‍ટ ધરાવીએ છીએ. મારા સાસુ જનકબા અને મારા પત્‍નિ પણ જોઇન્‍ટ એકાઉન્‍ટ ધરાવે છે. મારા દિકરા પ્રતિપાલસ્‍ંિહ કાલાવડ રોડની ધરતી બેંકમાં ખાતુ ધરાવે છે અને દિકરીબા નાના મવા રોડ પર એસબીઆઇમાં એકાઉન્‍ટ ધરાવે છે. વર્ષ ૨૦૨૦ની સાલમાં અમારા સગા સબંધીઓ દ્વારા ૧૫૦ રીંગ રોડ પર આરકે એમ્‍પાયર બિલ્‍ડીંગમાં છઠ્ઠા અને સાતમા માળે સંજય માંગરોલીયા સંચાલીત રીસેટ વેલ્‍થ કંપનીમાં રૂપિયાનું રોકાણ કરવામાં આવતું હોઇ સંજય માંગરોલીયા દર મહિને રોકાણ પર ૫ થી ૭ ટકા નફો આપતો હોઇ તેવુ મને જાણવા મળ્‍યું હતું.

આથી મેં તા. ૧૭/૧/૨૦ના રોજ મારા પત્‍નિને સાથે લઇ સંજયની ઓફિસે જઇ તેની કંપની રીસેટ વેલ્‍થ વિશે માહિતી મેળવી હતી. રોકાણ બાબતે તેણે સમજાવ્‍યું હતું કે તમે આ કંપનીમાં જે રોકાણ કરશો તેમાં દર મહિને ઓછામાં ઓછા પાંચ ટકા અને વધુમાં વધુ સાત ટકા તમને વળતર આપીશ. તેમજ તમારે અમારી કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી રોકાણ કરવું પડશે. અમને આ વાત યોગ્‍ય લાગી હતી. જેથી મેં મારા અને ધર્મપત્‍નિના ખાતાના રૂા. ૧ાા-૧ાા લાખના બે ચેક રીસેટ વેલ્‍થ કંપનીના નામે લખી આપ્‍યા હતાં. તેની સામે સંજયએ અમને અંગ્રેજીમાં એક લેટર આપ્‍યો હતો. જેમાં તે રોકાણ પર પાંચથી સાત ટકા વળતર આપશે તેવું લખાણ હતું. આ પછી અમે કરેલા રોકાણનું વળતર દર મહિને મારા અને મારા પત્‍નિના ખાતામાં ઓનલાઇન જમા થવા માંડયું હતું. આથી અમને આ કંપની પર વિશ્વાસ બેસી ગયો હતો.

ત્‍યારબાદ મેં ૧૩ લાખ અને મારા પત્‍નિએ ૧૪ લાખ ચેકથી રોકાણ કર્યુ હતું. તેમજ ૪ લાખ રીસેટ વેલ્‍થ કંપનીના શેરમાં રોકાણ કર્યુ હતું. જો કે તેના સર્ટીફિકેટ આજ સુધી આ કંપની તરફથી અપાયા નથી. ત્‍યારબાદ મારા સાસુ જનકબા ભુરૂભા વાઘેલાએ પણ ૧૧ લાખ જમા કરાવ્‍યા હતાં. જેમાંથી ૧લ ાખ શેરમાં રોક્‍યા હતાં. તેને પણ આ શેરના કોઇ સર્ટી અપાયા નથી. આ પછી મારા દિકરી આરતીબાએ રૂા. ૧૦ લાખનું રોકાણ રીસેટ વેલ્‍થમાં કર્યુ હતું. તેમજ દિકરા પ્રતિપાલસિંહે ૬ લાખનું રોકાણ કર્યુ હતું. આ બધાનું વળતર દર મહિને અમને અમારા ખાતામાં ઓનલાઇન મળી જતું હતું. પરંતુ આ વર્ષના એટલે કે ૨૦૨૫ના ફેબ્રુઆરી મહિનાથી વળતર મળતું બંધ થઇ જતાં મેં સંજયનો મોબાઇલ ફોનથી સંપર્ક કરતાં તે ફોન ઉપાડતો નહોતો. મેસેજ કરી કહેતો કે તમારે હવે ફોન કરવો નહિ, તમારુ વળતર ચાલુ થઇ જશે. મેં સંજયની આ કંપનીમાં મારા અને પરિવારજનોના મળી કુલ રૂા. ૫૪ લાખનું રોકાણ કર્યુ હતું. જેનુ વળતર ફેબ્રુઆરી-૨૦૨૫થી બંધ થઇ ગયું હતું.

સંજય માંગરોલીયાએ પોતાની રીસેટ વેલ્‍થ કંપનીમાં અમને રોકાણ કરવા લલચાવી ભરોસો આપી કુલ ૫૪ લાખ લઇ લીધા હતાં. પછી વળતર આપવાનું બંધ કરી દીધુ હતું. તેમજ તેની ઓફિસે તપાસ કરવા જતાં તે ઓફિસ બંધ કરી જતો રહ્યાની ખબર પડી હતી. તેનો ફોન પણ સતત બંધ આવે છે. અમને બાદમાં ખબર પડી હતી કે અમારી જેમ બીજા પણ ૪૦ જેટલા રોકાણકારો સાથે છેતરપીંડી થઇ છે. આ ૪૦ લોકો સાથે રૂા. ૫ કરોડ ૩૭ લાખ ૮૦ હજારની ઠગાઇ થઇ હતી. આ બધાના અને મારા મળી કુલ ૫,૯૧,૮૦,૦૦૦ની રકમનું સંજય માંગરોલીયાએ રોકાણ કરાવી છેતરપીંડી કરી હોઇ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં નિર્મળસિંહ જાડેજાએ જણાવતાં પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ગુનો દાખલ કરાવતાં પીઆઇ જીજ્ઞેશ આર. દેસાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

 

૫ કરોડ ૩૭ લાખ ગુમાવનારા ૪૦ લોકોમાં છાત્રો, વૃધ્‍ધો, ગૃહિણીઓ, ખેડૂતો, વેપારીઓ સામેલ

રાજકોટ, ગોંડલ, ધ્રોલ, અમદાવાદ, ભાવનગરના લોકો પણ છેતરાઇ ગયાઃ સોૈથી વધુ નાના મવા વિસ્‍તારના રહેવાસીઓ ભોગ બન્‍યા

 રીસેટ વેલ્‍થ કંપનીમાં રોકાણ સામેદર મહિને વળતર મેળવવાની લાલચ આપી બીજા જે ચાલીસ લોકોને છેતરી લેવાયા છે તેની વિગત આ મુજબ છે. જેમાં નાના મવાના ખેડૂત કિરીટસિંહ અજીતસિંહ જાડેજા સાથે ૨૨,૫૦,૦૦૦ની ઠગાઇ, ગોંડલ રોડ પંચશીલ સોસાયટી વંદના હેરીટેજના નોકરીયાત હિતેષભાઇ ભીમદાસભાઇ પરમાર સાથે ૨૨,૦૫,૦૦૦ની, નાના મવા રોડ સાઇબાબા પાર્ક બ્‍લોક નં. ૮૦/૮૧માં રહેતાં  નિવૃત જીવન જીવતાં ઉપેન્‍દ્રસિંહ નટવરસિંહ જાડેજા સાથે રૂા. ૧૯,૦૦,૦૦૦ની ઠગાઇ, નાના મવા પ્રદ્યુમન ગ્રીન સીટીના ખેડુત વિરભદ્રસિંહ ગુલાબસિંહ જાડેજા સાથે ૩૯,૦૦,૦૦૦ની, અજમેરા શાષાીનગર ઇ-૧૫માં રહેતાં જમીન મકાનના ધંધાર્થી રહેન્‍દ્રસિંહ અજીતસિંહ ઝાલા સાથે રૂા. ૩૯,૦૦,૦૦૦ની, નાના મવા વાછરા દાદાના મંદિર પાસે રહેતાં ખેડૂત નરેન્‍દ્રસિંહ દશરથસિંહ જાડેજા સાથે ૧૬,૫૦,૦૦૦ની, નાના મવા મોકાજી સર્કલ પાસે રહેતાં ખેડુત ગિરીરાજસિંહ કનકસિંહ જાડેજા સાથે રૂા. ૯,૫૦,૦૦૦ની, નાના મવા ગામ ચોરા સામે રહેતાં ખેડુત ઋતુરાજસિંહ બલભદ્રસિંહ જાડેજા સાથે ૬,૦૦,૦૦૦ની, નાના મવા મોકાજી સર્કલ પાસે રહેતાં ખેડૂત કિરીટસિંહ દશરથસિંહ જાડેજા સાથે ૧૪ લાખની, નાના મવાના ખેડૂત નિર્મળસિંહ દશરથસિંહ જાડેજા સાથે રૂા. ૧૧,૫૦,૦૦૦ની, શાષાીનગર અજમેરા ડી-૬૯ના અજયસિંહ કનકસિંહ ઝાલા સાથે ૧૦ લાખની, નાના મવા રહેતાં ડ્રાઇવીંગ કરતાં પરાક્રમસિંહ નરેન્‍દ્રસિંહ જાડેજા સાથે ૨,૫૦,૦૦૦ની, અજમેરા શાષાીનગર બી-૧૪ના નોકરીયાત રવિભાઇ  કિશોરભાઇ ડાભી સાથે ૪૮,૫૦,૦૦૦ની ઠગાઇ થઇ છે.

 આ ઉપરાંત છેતરાયેલા અન્‍ય લોકોમાં નાના મવા વાછરા દાદા મંદિર પાસે રહેતાં વેપારી રવિરાજસિંહ નવલસિંહ જાડેજા સાથે ૨૨ લાખ, નાના મવાના જમીન મકાનના ધંધાર્થી ચંપકસિંહ મહિપતસિંહ જાડેજા સાથે ૪,૫૦,૦૦૦ની, ખેડૂત ભગીરથસિંહ મોહબ્‍બતસિંહ જાડેજા સાથે ૧૦ લાખની, નાના મવા રોડ અલય પાર્કના ભાવીનભાઇ ગોવિંદભાઇ વેકરીયા નામના વેપારી સાથે ૭ લાખની, નાના મવા રોડ ગોલ્‍ડ રેસીડેન્‍સી એ-૨૧ના લાભુબેન કાંતિલાલ જાગાણી નામના વૃધ્‍ધા સાથે ૮ લાખની, નાના મવા અજમેરા શાષાીનગર ઇ-૧૧૧ના શક્‍તિસિંહ હરદેવસિંહ જાડેજા સાથે રૂા. ૧૬,૦૦,૦૦૦ની, નાના મવા શેરીન ં. ૩ના જમીન મકાનના ધંધાર્થી રાજેન્‍દ્રસિંહ ભાઇસાહબજી સાથે રૂા. ૬ લાખની, નાના મવા મોકાજી સર્કલ પાસે રહેતાં ઉષાબા જયપાલસિંહ ઝાલા સાથે ૩ લાખની, આદીપુર કચ્‍છના રવેચીધામ ખાતે રહેતાં ગેરેજ સંચાલક ચિંતનભાઇ વલ્લભભાઇ ભાલોડીયા સાથે ૩૬ લાખની, ગઢડા સ્‍વામીના ગામના પ્રફુલાબા નવરાજસિંહ જાડેજા સાથે ૧૨.૫૦ લાખની, નાના મવા મોકાજી સર્કલ પાસેના ખેડુત વિજયસિંહ બળવંતસિંહ જાડેજા સાથે  ૫ લાખની, નાના મવા શાષાીનગર અજમેરા બી-૩૯માં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં જયદેવસિંહ પોપટભાઇ જાડેજા સાથે ૧૯ લાખની છેતરપીંડી થઇ છે.

તેમજ મોરબી ગુ.હા. બોર્ડ બ્‍લોક ૧૮૩માં રહેતાં ખુમાનસિંહ ચંદુભા જાડેજા સાથે ૧૫ લાખની, બજરંગવાડી-૧૨ના રવિરાજસિંહ અરૂણકુમાર ગોહિલ નામના વિદ્યાર્થી સાથે ૧ાા લાખની, શાષાીનગર અજમેરા ઇ-૬૫માં રહેતાં નોકરીયાત જયવીરસિંહ સુરવીરસિંહ ગોહિલના ૨ લાખ, નાના મવા રોડ સિલ્‍વર ગોલ્‍ડ સોસાયટીના જોશનાબા ક્રિપાલસિંહ ગોહિલ સાથે ૧૪ લાખ ૫૦ હજારની, જડ્ડુસ હોટેલ સામે રહેતાં અનિરૂધ્‍ધસિંહ ભીખુભા જાડેજા નામના વૃધ્‍ધ સાથે ૧૦ લાખની, એસટી બસ સ્‍ટેશન પાછળ બાપા સિતારામ મઢુલી નજીક બાબરામાં રહેતાં હરપાલસિંહ ભરતસિંહ જાડેજા સાથે ૩૦ લાખની, ભાવનગરના પરવાળા ગામના ખેડુત હરદેવસિંહ અનોપસિંહ ગોહિલ સાથે રૂા. ૩ લાખ, ધ્રોલ જાયવાના ખેડુત મયુરધ્‍વજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા સાથે ૬ લાખની, ગોંડલ વેકરીના જયવિરસિંહ અરવિંદસિંહ સરવૈયા સાથે ૬ લાખની, ધ્રોલ પોલીસ લાઇન પાછળ રહેતાં રાજેન્‍દ્રસિંહ મહિપતસિંહ રાણા સાથે ૫૦ હજાર, નાના મવા મોકાજી સર્કલ પાસે રહેતાં છાત્ર રૂદ્રરાજસિંહ યુવરાજસિંહ જાડેજા સાથે ૬ લાખની, અજમેરા શાષાીનગર સી-૧૧૧માં રહેતાં રીટાબેન વિજયભાઇ દેવમુરારી સાથે ૧૭ લાખની, અજમેરા શાષાીનગર ઇ-૧૯૭ના વેપારી ગિરીરાજસિંહ ઇન્‍દ્રસિંહ જાડેજા સાથે ૧૧ લાખની અને અમદાવાદના ઢોલેરા ગામના ખેડુત મુકેશસિંહ ચંદ્રસિંહ ચુડાસમા સાથે ૪ લાખની ઠગાઇ થઇ છે. આમ આ ૪૦ લોકો સાથે કુલ ૫,૩૭,૮૦,૦૦૦ની ઠગાઇ થઇ હોવાનું જણાવાતાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

 

 

(2:10 PM IST)