<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

શહેર એસઓજીએ તમંચા કારટીસ સાથે ગંજીવાડાના અમીન ઉર્ફ મહેબૂબને પકડ્યો: ફિરોઝભાઈ શેખ, અમિતભાઇ ટૂંડિયા, કિશોરભાઈ ઘૂઘલની બાતમી: .પીઆઈ. એસ.એમ.જાડેજા તથા પીએસઆઈ ઘાસુરાની ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેર એસઓજીએ ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તથા જીવતા કારતુસ સાથે એક શખ્સને પકડી લીધો છે.

ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ ફીરોઝભાઇ શેખ તથા હેડકોન્સ અમિતકુમાર ટુંડિયા તથા કોન્સ. કિશોરભાઇ ઘુઘલને બાતમી મળતા આજી વસાહત આજીનદીના કાંઠેથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ તથા જીવતા કારતુસ નંગ-૦૨ સાથે અમિન ઉર્ફે મહેબુબ અયુબભાઇ શાહમદાર (ઉ.વ.૩૧ ધંધો. ડ્રાઇવિંગ રહેવાસી-ગંજીવાડા શેરી નં-૧૨ ખોખર પ્રોવિઝન સ્ટોરની સામે રાજકોટ)ને પકડી લીધો હતો.

આ શખ્સ પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ કિ રૂ ૫,૦૦૦ તથા જીવતા કારતીસ નંગ-૦૨ કિ.રૂ.૨૦૦ મળી કુલ મુદ્દામાલની કિંમત રૂ.૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ભરત બી.બસીયાની સૂચના અનુસાર પો.ઈન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ શ્રી એસ.બી.ઘાસુરા તથા એ.એસ.આઇ ફીરોજભાઇ શેખ તથા પો.હેડકોન્સ અમિતકુમાર ટુંડીયા તથા પો.કોન્સ. કિશોરભાઇ ઘુઘલ તથા તથા રવિરાજભાઇ ધગલે આ કામગીરી કરી હતી.

(9:11 PM IST)