News of Wednesday, 23rd July 2025
ચેક પરત થયા અંગેની ફરિયાદમાં આરોપીને તકસીરવાન ઠરાવી દંડ અને સજા કાયમ રાખતી રાજકોટ ડીસ્ટ્રીક્ટ કોર્ટ

રાજકોટઃ આ કેસની ટુંકમા હકીકીત એવી છે કે, ફરિયાદી અશોકકુમાર જેઠાલાલ ઠક્કર દ્વારા ચીફ જ્યું.મેજી.કોર્ટ રાજકોટ સમક્ષ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની લમ ૧૩૮ મુજબ સુરેશભાઈ નરસિંહભાઈ ધૂંટાલા સામે ફરિયાદ કરેલ જે નીચેની કોર્ટમાં ચાલી જતા નામદાર નીચેની કોર્ટ દ્વારા આરોપી સુરેશભાઈ નરસિંહભાઈ ધૂંટાલાને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કામે સજા કરતો હુકમ ફરમાવવામાં આવેલ આરોપીને એક વર્ષ અને છ માસની સાદી કેદની સજા ભોગવવાનો તેમજ વળતર પેટે દસ લાખ પુરા ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ.
ત્યારબાદ આરોપી સુરેશભાઈ નરસિંહભાઈ ધૂંટલાએ નામદાર એપેલેન્ટ કોર્ટમાં થયેલ સજા સામે અપીલ દાખલ કરેલ જે અપીલ નામદાર સેસન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર એપેલેન્ટ કોર્ટ દ્વારા સદર ચુકાદામાં ફરિયાદીના એડવોકેટ દ્વારા ટ્રાયલ કોર્ટ સમક્ષ જે-જે રજુઆતો કરવામાં આવેલ તેમજ પુરાવાઓ દ્વારા ફરિયાદીને સમર્થન કરતો દસ્તાવેજી પુરાવા તેમજ મૌખિક પુરાવાઓ રજુ કરવામાં આવેલ તે ફરિયાદીને સમર્થન આપતા હોય અને દસ્તાવેજો નામદાર કોર્ટે ધ્યાનમાં લેતા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ ગુન્હો કરેલ હોય તેવું પ્રથમ દર્શનીય રીતે જ પુરવાર ફરિયાદીએ કરેલ છે. તેમજ ફરિયાદીએ પોતાની ફરિયાદને સાબિત કરવા તેમજ બચાવ પક્ષે તેઓની ઝીણવટભરી ઉલટ-તપાસ કરવામાં આવેલ તેમાં પણ બચાવ પક્ષ પોતાનો પ્રીપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટીના સિધ્ધાંતના આધારે આરોપીએ પુરવાર કરવાનો હોય અને તેમાં આરોપી બચાવ લેવામાં નિષ્ફળ ગયેલ છે. ફરિયાદીએ ૨૦ લાખ હાથ ઉછીના આરોપીને આપેલ અને તેના બદલામાં આરોપી દ્વારા ચેક આપવામાં આવુલ અને તે રકમ ચુકવી આપવામાં આવેલ છે. સદર રકમ ફરિયાદીને ચૂકવી આપવામાં આવેલ તેવો બચાવ પક્ષ દ્વારા બચાવ લેવામાં આવેલ અને આરોપીની અપીલ મંજુર કરવા અને નામદાર નીચેની કોર્ટનો હુકમ સેટેસાઈટ કરવા બચાવ પક્ષે અરજ કરેલ.
બાદમાં ફરિયાદીના એડવોકેટની દલીલમાં ફરિયાદીની ફરિયાદ તથા તેનો મૌખિક પુરાવા તથા દસ્તાવેજી પુરાવાઓ નામદાર નીચેની કોર્ટમાં સમગ્ર કાર્યવાહી દરમ્યાન આપવામાં આવેલ પુરાવાઓનું અંડનાત્મક કોઈ પુરાવો આરોપી દ્વારા રેકર્ડ પર આવી શકેલ નથી. તેમજ આરોપી આવી માતબર રકમ ફરિયાદીને ચૂકવેલ હોય અને તેનો આધારો આરોપી પાસેથી કોઈ પુરાવો રેકર્ડ પર લાવી શકેલ નથી અને નીચેની કોર્ટ દ્વારા ફરિયાદના સમર્થનમાં રજુ કરવામાં આવેલ દસ્તાવેજો બિનતકરારી છે તેવું ટ્રાયલ કોર્ટનું તારણ આપવામ)ં આવેલ છે. જે યોગ્ય અને વ્યાજબી છે અને સાહેદના રેકર્ડ પરના પુરાવાથી ફરિયાદી અને આરોપી વચ્ચેના વ્યહવારને સમર્થન આપતો પુરાવો પણ આપવામાં આવેલ છે.
ફરિયાદીને આરોપી દ્વારા નાણા પરત ચુકવણી થયેલ હોવાનો કોઈ સાક્ષી પુરાવા આરોપી દ્વારા પુરાવર કરી શકેલ નથી અને ફરિયાદીની દલીલ તથા ટ્રાયલ કોર્ટમાં ફરિયાદી તથા ફરિયાદીના પુરાવા મૌખિક તથા સાહેદોના પુરાવા તથા દસ્તાવેજી પુરાવા ફરિયાદી દ્વારા ફરિયાદને સંબંધે વિગતવાર તથા તર્કબધ્ધ આપવામાં આવેલ છે અને તેના પરથી નામદાર ટ્રયલ કોર્ટ દ્વારા પુરાવો તા દસ્તાવેજોનું બારીકાઈથી ચકાસણી કરી, તેમજ ફરિયાદી તરફે રજુ થયેલ ફરિયાદને સમર્થન આપતા ઉચ્ચ નામદાર અદાલતોના પ્રસ્થાપિત સિધ્ધાંતો તથા જજમેન્ટ રજુ રાખેલ છે. તેની દલીલોને માન્ય રાખી ટ્રાયલ કોર્ટ દ્વારા સજા કરતો હુકમ કરવામાં આવેલ છે. આમ ફરિયાદીના વિધ્વાન એડવોકેટની દલીલો તથા રજુ થયેલ જજમેન્ટ તથા કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો તથા રેકર્ડ ઉપરના પુરાવાઓ ફરિયાદીને સમર્થન કરતા હોય જે નામદાર એપેલેન્ટ કોર્ટ માનીનુ આરોપી (એપેલેન્ટ)ની અપીલના મંજુર કરવા અરજ કરેલ.
આમ ફરિયાદી (સામાવાળા)ની દલીલો તથા નામ. ઉચ્ચ અદાલતો દ્વારા પ્રસ્થાપિત સિધ્ધાંતોના તથા જજમેન્ટના આધારે દલીલ માન્ય રાખી આરોપી (એપેલેન્ટ)ની અપીલ નામંજુર કરેલ અને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના ગુન્હામાં આરોપી (એપેલેન્ટ)ને એક વર્ષ અને છ માસની સજા ભોગવવાનો તેમજ ફરિયાદી (સામાવાળા)ને વળતર પેટે ૧૦ લાખ રૂપિયા ૬૦ દિવસમાં ચૂકવી આપવા અને જો વળતર ચુકવવામાં નિષ્ફળ થાય તો વધુ ૬ માસની કેદની સજા કરતો હુકમ એપેલેન્ટ કોર્ટ દ્વારા કરવામાં આવેલ.
આ કેસમાં મૂળ ફરિયાદી (સામાવાળા) વતી રાજકોટના ધારાશાષાી મલ્હાર કે.સોનપાલ, હમેલ બી.ગોહેલ, સંદીપ વડોદરિયા, ચિરાગ કારીયા, કોમલ એસ.કોટક, સિધ્ધાર્થ મહેતા, નિરંજના સોની રોકાયેલા.
ધારાશાસ્ત્રી
મલ્હાર સોનપાલ
(9:15 AM IST)










