<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

હિરાસર એરપોર્ટ પર પાર્કિગના નવા દર જાહેરઃ મૂકવા તેડવા આવો ત્‍યારે ૧ર મિનીટ મફત પાર્કિગ મળશે

રાજકોટ એરપોર્ટ ઓર્થોરીટીએ લાંબા સમયના વિવાદનો અંત આણ્‍યો છે ? હિરાસર એરપોર્ટ પર પાર્કિગના નવા દર જાહેર કર્યા છે : તેમજ મૂકવા-લેવા આવનારે ફરજીયાત રૂા.૩૦ નો ચાંદલો થતો તે બંધ કરાયો છે : હવે પીકઅપ કે ડ્રોપ કરવા આવનારને ૧ર મિનીટ મફત પાર્કીગ મળશે. નવા દરમાં પ્રથમ ૩૦ મિનીટના ટુ વ્‍હીલર માટે રૂા.૧૦ કોમર્શીયલ વાહન માટે રૂા. ૪૦, પ્રાઇવેટ કારના રૂા.૩૦, મીનીબસ-ટેમ્‍પો માટે રૂા.૬૦, કોચ-બસ-ટ્રક માટે રૂા. ૧૭૦, અને કોમર્શીયલ કાર (ઓથોરાઇઝડ) માટે રૂા. ર૦ રહેશે.:ડીજીટલ સ્‍કેનર દ્વારા ચાર્જ વસુલાશે.

 

(2:44 PM IST)