<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

રતનપર ગામે મહિલા પોલીસની શી ટીમ દ્વારા છાત્રાઓ માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો

મહિલા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. એન. રાઠોડ, શી ટીમના કોકીલાબેન સોલંકી સાથે ૧૮૧ અને સખી વન સ્‍ટોપના કર્મચારીઓ પણ જોડાયા

રાજકોટઃ મોરબીરોડ પર આવેલા રતનપર ગામે વાત્‍સલ્‍ય વિરભાઇ અનાથ આશ્રમ ખાતે રાજકોટ મહિલા પોલીસની શી ટીમે મુલાકાત લઇ છાત્રાઓને મહત્‍વની સમજ આપી હતી. મહિલા પોલીસ શી ટીમ સાથે ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન કર્મચારીઓ, સખી વન સ્‍ટોપના કર્મચારીઓ, બાળ વિભાગના કર્મચારીઓએ છાત્રાઓને ગૂડટચ બેડટચ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ, મહિલા પોલીસ સ્‍ટેશનની કામગીરી, સેલ્‍ફ ડિફેન્‍સ, ૧૦૦ નંબર, ૧૯૩૦ હેલ્‍પલાઇન સહિતની માહિતી આપી હતી. તેમજ અંતમાં છાત્રાઓને નાસ્‍તો કરાવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત મહિલા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. એન. રાઠોડ, શી ટીમ ઇન્‍ચાર્જ કોકીલાબેન સોલંકી, ૧૮૧ના બીનાબેન ગોહિલ, સખી વન સ્‍ટોપના યાસ્‍મીનબેન તેમજ મહિલા બાળ વિભાગના પ્રિયાબેને આ કામગીરી કરી હતી.

(2:54 PM IST)