News of Wednesday, 23rd July 2025
રાજકોટ-સરધારની અબજોની કિંમતની રાજકોટના રાજવીની જમીનના કેસો અંગે આજે બપોર બાદ ફરી સુનાવણી માંધાતાસિંહજી અને તેમના બેન અંબાલીકાદેવી વચ્ચે તકરારી નોંધ અંગે હવે ટુંકમાં ફેંસલો...
આજના બપોર બાદના બોર્ડમાં કુલ ૪૦ કેસો મૂકાશે

રાજકોટઃ તા. ર૩ રાજકોટ જીલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશના મહેસુલ-અપીલના બોર્ડમાં આજે ૪૦ કેસોની સુનાવણી હાથ ધરાશે, તેમાં રાજકોટ-સરધારની અબજો રૂપિયાની જમીનના વિવાદ અને તકરારી-નોંધની રાજકોટ રાજવી શ્રી માંધાતાસિંહજી જાડેજા અને તેમના બેન અંબાલીકાદેવી વચ્ચે તકરારી નોંધના વિવાદ વાળા કેસ અગે આજે બપોરબાદ સુનાવણી હાથ ધરાશે.
અત્રે એ નોંધનીય છે કે અગાઉ તત્કાલીન કલેકટર શ્રી પ્રભવ જોષી દ્વારા અગાઉ રાજવીવાળી રાજકોટ-સરધારના કેસોની સુનવણી થઇ ચૂકી છે કુલ ૬ કેસો છે આ સુનાવણી બાદ આ કેસો ઠરાવ ઉપર લેવાયા હતા, અને તેમના હુકમો ઉપર તત્કાલીન કલેકટર શ્રી પ્રભવ જોષી સહી કરે તે પહેલા બદલી થતાં અને નવા કલેકટર ડો. ઓમપ્રકાશે ચાર્જ સંભાળતા ઠરાવવાળા કુલ ૩૦૦ કેસો હાથ ઉપર લેવાયા છે?, અને જેમાં આજે રાજકોટ-સરધારની રાજકોટના રાજવીની જમીનના કેસો અંગે સુનાવણી બપોરબાદ થશે, એક થી બે સુનવણી બાદ આ કેસ અંગે ફેસલો આવી જશે, ઠરાવ થયા બાદ કલેકટર દ્વારા હુકમો થશે, આ કેસો અંગે ભારે ઉતેજના ફેલાઇ છે.
(4:31 PM IST)










