<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

રાજકોટ જીલ્લામાં ૯ સ્‍થળે ઘરફોડ-બાઇક ચોરી કરનાર ચીકલીગર ગેંગની ત્રિપુટી પકડાઇ

રૂરલ ક્રાઇમ બ્રાંચે જેતપુરમાંથી ઝડપી લીધીઃ જેતપુર, ઉપલેટા-ધોરાજી અને ગોંડલમાં ચોરી કર્યાની કબુલાતઃ પ.૮૦ લાખનો મુદામાલ કબ્‍જે પકડાયેલ સતપાલિસિંગ સામે રાજયના વિવિધ પોલીસ મથકમાં ચોરી-વાહન ચોરીની ૩૪ ગુન્‍હાઓ નોંધાયા છેઃ ચોરીમાં સામેલ અન્‍ય બે સાગ્રીતોની શોધખોળ

તસ્‍વીરમાં પકડાયેલ ત્રિપુટી નજરે પડે છે.

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ જીલ્લામાં ૯ સ્‍થળે ઘરફોડ અને બાઇક ચોરી કરનાર ચીકલીગર ગેંગની ત્રિપુટીને રૂરલ ક્રાઇમ બ્રાંચે જેતપુરમાંથી ઝડપી લીધી હતી.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા મિલ્‍કત સંબંધી અનડીટેક ગુના શોધી કાઢવા આપેલ સુચના અન્‍વયે એલ.સી.બી. રાજકોય ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી. ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પો. સબ ઇન્‍સ. એચ.સી. ગોહીલ રાહબરી હેઠળ સ્‍ટાફના અલગ અલગ ટીમો બનાવી ચોરીના અનડીટેક ગુનાઓ શોધી કાઢવા સારૂ પ્રયત્‍ શીલ હોય તે દરમ્‍યાન એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પો. હેઙ કોન્‍સ. નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, દિવ્‍યેશભાઇ સુવા, હરેશભાઇ પરમાર, પો. કોન્‍સ. મીરલભાઇ ચંદ્રવાડીયાના સંયુકત બાતમી હકિકત આધારે જેતપુર શહેર ખીરસરા રોડ ઉપરથી સીકલીગર ગેંગના ત્રણ સભ્‍યો (૧) ભરતસીંગ ઉર્ફે ગુડ્ડ સ.ઓ. જીતસીંગ લેનાસીંગ ટાંક જાતે શીખ (ચીકલીગર) રહે. જેતપુર, દેરડી ધાર, સરકારી આવાસ યોજના તા. જેતપુર (ર) તુફાનસીંગ ઉર્ફે દીપકીસીંગ સ/ઓ ગુરુબચ્‍ચનસીંગ લેણાસીંગ જુની, જાતે -સીખ (ચીખલીગર) રહે. ખેરાલુ ઇન્‍દીરાનગર સ્‍કુલની બાજુમાં તા. ખેરાલી, જી. મહેરાણા તથા (૩) સતપાલસીંગ ક્રિપાસીંગ જુણી જાતે. સિકલીગર (સરદાર) રહે. સતલાસણા વાવા બાલાજી સોસાયટી રૂમ નં. ૩૩ તા. સતલાસણી જી. મહેસા ને રોકડા રૂા. ૧.૮૦ લાખ, કાર, સોનાના દાગીના તથા ફોન મળી કુલ પ.૮૦ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલ ત્રિપુટીએ જેતપુર અમરનગર રોડ એક સોસાયટીમાંથી મોટર સાયકલ ઉપાડી તે મોટર સાયકલ લઇને ઉપલેટા ગયેલ અને ત્‍યાં બે મકાનના તાળા તોડે જે એક મકાનમાંથી રોકડ રૂા. ૧પ હજાર તથા એક સોનાની ચેઇનની ચોરી કરી તથા આશરે પાંચેક મહિના પહેલા જેતપુર અમરનગર રોડ એક સોસાયટીમાંથી મોટર સાયકલ ઉપાડી તે મોટર સાયકલ લઇને ઉપલેટા ગયેલ અને ત્‍યાં બે મકાનના તાળા તોડે જે બીજા મકાનમાંથી ચાંદીની મૂર્તિ ચોરી આશરે પાંચ મહીના પહેલા જેતપુરમાંથી એક મોટર સાયકલની ચોરી કરી તે મોટર સાયકલ લઇને રેલ્‍વે સ્‍ટેશન નજીક એક મકાનના તાળા તોડી તેમાંથી બે સોનાની ચેઇન તથા પેન્‍ડલ તથા બે જોડી બુટી એમ આશરે સાડાચાર પાંચ તોલા સોનાના દાગીના તથા આશરે સાડા ચાર પાંચ તોલા સોનાના દાગીના તથા આશરે રોકડ રૂા. ૧૦ હજારનો ચોરી (૪) આજથી આશરે એક માસ પહેલા જેતપુર બસ સ્‍ટેન્‍ડથી થોડેક આગળ એક સોસાયટીમાં એક બં મકાનના તળા તોડી તેમાંથી ચોરી કરેલ તે ચોરીમાં એક સોનાની હાસડી તથા બે જોડી સોનાની બુટી તથા એક પેન્‍ડલ તથા એક ચેઇન તથા ચાંદીનો સેટ તથા રોકડ રૂા. ૪૦ હજારની ચોરી કરેલ.

(પ) આજથી આશરે ચારેક મહિના પહેલા જેતપુરમાંથી એક મોટર સાયકલની ચોરી કરી જેતપુરમાં એક મકાનમાં ચોરી કરેલ હતી જેમાં એક જોડી કાનની બુટી તથા આશરે રોકડ રૂા. ર૦ હજાર ની ચોરી બાદ આજથી આશરે એક માસ પહેલા જેતપુર અમરનગર રોડ નજીક એક બંધ મકાના તાળા તોડી તેમાંથી આશરે દશ હજારથી પંદર હજાર ની ચોરી કરેલ.

ગોંડલમાં રેલ્‍વે સ્‍ટેશન નજીક રોડ પાસેથી એક મોટર સાયકલનો ચોરી કરી તે મોટર સાયકલ લઇને ગોંડલમાં બંધ મકાનની તપાસ કરવા માટે નીકળેલ પરંતુ તે મોટર સાયકલમાં અવાજ વધુ આવતો હોય જેથી એક જગ્‍યાએ કોમ્‍પ્‍લેક્ષ પાસે પાર્કિંગ નજીક તે મોટર સાયકલ રેઢુ મુકી દીધેલ અને બીજુ મોટર સાયકલ હોન્‍ડા સાઇન ત્‍યાં હતુ તેની ચોરી કરી ગોંડલમાં એક સોસાયટીમાં એક બંધ મકાનના તાળા તોડી તેમાંથી એક જોડી બુટી તથા એક ઓમ તથા રોકડા રૂા. પાંચ હજારની ચોરી કરેલ છે.

બીજા દિવસે રાત્રીના બન્ને હોન્‍ડા સાઇન મોટર સાયકલ લઇને જેતપુરમાં એક બંધ મકાનના તાળા તોડી તેમાંથી સોનાની બુંટી તથા રોકડ રૂા. પ૦૦૦ની ચોરી અને તેજ રાત્રીના ધોરાજી એક કરીયાણાની દુકાનના તાળા તોડી તેમાંથી રોકડ રૂા. ર૦,૦૦૦ની ચોરી કરેલ બાદ જેતપુર આવી તે મોટર સાયકલ એક જગ્‍યાએ રેઢુ મુકી દિધાની કબુલાત આપી હતી.

પકડાયેલ સતપાલસીંગ ક્રિપાલસિંગ જુણી રહે. સતલાસણા વાવ બાલાજી સોસાયટી રૂમ નં. ૩૩ તા. સતલાસણ જી.મહેસાણા વાળા સામે અગાઉ વડોદરા શહરેના ગોરવા, લક્ષ્મીપુરા વાડી ફતેગંજ, નવાપુરા, બાપોદ તેમજ ગુજરાત રાજયના જામનગર, ખેડબ્રહ્મા, મહેસાણા, હીમંતનગર, ધવજાપુર ખાતે રાત્રી ઘરફોડ ચોરી વાહનચોરીના એમ કુલ ૩૪ ગુનાઓમાં પકડાઇ ગયેલ છે. આ ત્રિપુટી સાથે ચોરીમાં કરતારસીંગ ઇશ્વરસીંગ ટાંક રે. મંડાર રાજસ્‍થાન તથા મનજીતસીંગ ધરમસીંગ જુની રે. દાંતીવાડી સામેલ હોય બંનેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહી એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, અનીલભાઇ બડકોદીયા, રવીદેવભાઇ બાટડ, રોહીત બકોત્રા, વકારભાઇ આરબ, અમીતભાઇ પટેલ, શકિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, ઇન્‍દ્રજીતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્‍સ. નિલેશભાઇ ડાંગર, દિવ્‍યેશભાઇ સુવા, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર, અરવિંદસિંહ જાડેજા, કૌશીકભાઇ જોશી, મનોજભાઇ બાયલ, પ્રણયભાઇ સાવરીયા, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. પ્રકાશભાઇ પરમાર, મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા, મીરલભાઇ ચંદ્રવાડીયા, વિજયભાઇ સિંહોર, મહીપાલસિંહ ચુડાસમા, ડ્રા.એ.એસ.આઇ રઝાકભાઇ બીલખીયા તથા ડ્રા. પો.કોન્‍સ. અબ્‍દુલભાઇ શેખ, દીલીપસિંૅહ જાડેજા તથા અનીરૂધ્‍ધસિંહ જાડેજા સહીતનો સ્‍ટાફ જોડાયો હતો.

(12:10 PM IST)