<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

દેવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

‘‘ ત્રિદલમ ત્રિગુણાકારમ્‌ ત્રિનેત્ર ચ ત્ર્યાગયુધ્‍ધમ્‌ ત્રિજન્‍મપાપ સંહારમ્‌ એક બિલ્‍વમ શિવાર્પણમ્‌ ''

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસનો આજથી મંગલ પ્રારંભ થયો છે. જીવ શિવમાં લીન થશે. આખો મહીનો મહાદેવની ભક્‍તિ ચાલશે. શ્રાવણ માસના આજે પ્રથમ દિવસે જ વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવ, ૐ નમઃશિવાય, બમ બમ ભોલેના નાદોથી ગુંજી ઉઠયા હતા. રાજકોટના આજીનદીના કાંઠે બિરાજતા સ્‍વયંભુ શ્રીરામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે જ ભાવિકોએ દર્શન પૂજા માટે કતારો લગાવી દીધી હતી. શહેરના શ્રી જાગનાથ મહાદેવ, શ્રી આશુતોષ મહાદેવ, શ્રી ધારેશ્વર મહાદેવ, શ્રી પંચનાથ મહાદેવ મંદિર, શ્રી મહાકલેશ્વર મહાદેવ, શ્રી ગંગેશ્વર મહાદેવ તેમજ અન્‍ય શિવાલયોમાં પણ આજથી આખો શ્રાવણ માસ વિવિધ અભિષેક, સ્‍તોત્રપાઠ, પૂજન, યજ્ઞ સહીતના કાર્યક્રમોના આયોજનો થયા છે. આખો મહીનો પાઠ પૂજના કથા વાંચન અને સત્‍સંગના કાર્યક્રમો ચાલશે. લોકો વ્રત-જપ-તપ-ઉપવાસ-એકટાણા કરીને ભગવાન શિવની ભક્‍તિ કરશે. શિવાલયોમાં દર સોમવારે વિશેષ શોભાના દર્શનો ખુલ્લા મુકાશે. ઉપરોકત તસ્‍વીરોમાં રાજકોટના સુપ્રસિધ્‍ધ શ્રી રામનાથ મહાદેવ, શ્રી પંચનાથ મહાદેવ અને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન પૂજન માટે ઉમટી પડેલ ભાવિક ભકતોની છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:50 PM IST)