<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભઃ ધારાસભ્‍ય ઉદય કાનગડે પાઠવી શુભેચ્‍છાઓ

પર્વો અને તહેવારો પરંપરાને જીવંત રાખે છેઃ આપણી સંસ્‍કળતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે

 

 

રાજકોટઃ શિવજીને અતિ પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો આજે શુક્રવાર, ૨૫ જુલાઈથી પ્રારંભ થયો છે. આ અવસરે રાજકોટના ધારાસભ્‍યશ્રી ઉદય કાનગડે શહેરીજનોને ભક્‍તિસભર શુભેચ્‍છાઓ પાઠવી છે.

તેમણે જણાવ્‍યું કે ભગવાન શિવને શ્રાવણ માસ અત્‍યંત પ્રિય છે અને આ મહિનાનો દરેક દિવસ એક પર્વ સમાન છે. શ્રાવણમાં શિવ પૂજાનું વિશેષ મહત્‍વ છે. શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે અને ભક્‍ત સમુદાય શિવભક્‍તિમાં લીન થઈ દિવ્‍ય ઊર્જાનો સંચાર કરશે.

શ્રાવણ માસમાં ભક્‍તો શિવલિંગ પર જળાભિષેક, દૂધ, મધ, પંચામળતનો અભિષેક કરી બિલ્‍વપત્ર ચડાવી ધન્‍યતા અનુભવે છે. સોમવારના ઉપવાસ, શિવપુરાણ, મહામળત્‍યુંજય મંત્રના જાપથી મહાદેવની કળપા પ્રાપ્ત થાય છે.

આ મહિનામાં રક્ષાબંધન, શીતળા સાતમ, જન્‍માષ્ટમી જેવા તહેવારો પણ આવે છે, જે પછી ગણેશોત્‍સવ, નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા અનેક તહેવારોની હારમાળા સર્જાશે.

શ્રાવણ માસ વર્ષા ઋતુમાં આવતો હોવાથી પ્રકળતિને નવી જીંદગી આપે છે અને ધરતી હરિયાળી બને છે.

ખાસ કરીને સૌરાષ્‍ટ્રમાં આવેલા પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવની આરાધનાથી પ્રકળતિ સાથે જોડાણ અને શાંતિનો અનુભવ થાય છે. શ્રાવણમાં ભરાતા મેળા અને ધાર્મિક ઉત્‍સવો આપણી સંસ્‍કળતિ અને પરંપરાને જીવંત રાખે છે. રાજકોટન ા લોકલાડીલા નેતા શ્રી ઉદય કાનગડે દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના આ પાવન પર્વની સૌને શુભકામનાઓ પાઠવી છે.

(2:53 PM IST)