<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ટ્રેન હેઠળ કપાયેલો યુવાન બિહારનો અખિલેશ યાદવ હતો

મૃતદેહની ઓળખ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૪: કોઠારીયા સોલવન્‍ટ ગુલાબનગરમાં રહેતાં યુવાન માલધારી ફાટક વચ્‍ચે ટ્રેનની ઠોકરે ચડી જતાં ગઇકાલે એક યુવાનનું મોત થયું હતું. આ યુવાનની ઓળખ થઇ છે. મૃતક યુવાન ગુલાબનગરમાં રહેતો અખિલેશકુમાર લાલચંદસિંગ યાદવ (ઉ.વ.૨૭) હોવાનું ખુલ્‍યું છે. આ યુવાન ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં  મોટો અને કુવારો હતો. તે કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા ખેત મજૂરી કરે છે. આજીડેમ પોલીસે મૃતદેહ સ્‍વજનોને સુપરત કરવા કાર્યવાહી કરી હતી. યુવાન રાતે કોઇપણ કારણોસર ટ્રેનની ઠોકરે આવી ગયા બાદ મોત થયું હતુ.  (૧૪.૧૨)

(3:51 PM IST)