<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મનપાના આરોગ્‍ય વિભાગ દ્વારા દર ૩ માસે સગર્ભા માતાનું સોનોગ્રાફીનું આયોજન

જંકશન પ્‍લોટ આરોગ્‍ય કેન્‍દ્રમાં ડેપ્‍યુટી કમિશનર મનીષ ગુરવાનીની મુલાકાતઃ દવાઓ, લેબોરેટરી સેવાઓ, સ્‍વચ્‍છતા સહિતના મુદે સુચના

રાજકોટ, તા. રપઃ સગર્ભા લાભાર્થીના ઘરે રૂબરૂ જઈ સગર્ભાવસ્‍થા દરમિયાનની તપાસ, સોનોગ્રાફી, લેબ રીપોર્ટસ સહીત ગળહ મુલાકાત કરી દર ત્રણ માસે સગર્ભા માતાનું સોનોગ્રાફી થાય તેવું આયોજન કરવા ડે. કમિશનર મનીષ ગુરવાનીએ મેડીકલ ઓફિસરોને સુચના આપી હતી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાનાં કમિશનર તુષાર સુમેરા (IAS)નાં માર્ગદર્શન હેઠળ ઉપરાંત નાયબ કમિશનર મનીષ ગુરવાની દ્વારા જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ તથા શ્રેષ્ઠ ગુજરાત યોજના હેઠળ તમામ જોખમી અને અતિ જોખમી સગર્ભા માતાનું સોનોગ્રાફી તપાસ દર ત્રણ માસે થાય તેવું આયોજન કરવામાં આવ્‍યું છે, જે અંતર્ગત તમામ શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા આ મુજબ કામગીરીનું સુચારૂ અમલીકરણ શરુ કરવામાં આવેલ. આ અંતર્ગત નાયબ કમિશનર (આરોગ્‍ય) શ્રી મનીષ ગુરવાની (IAS) દ્વારા સેન્‍ટ્રલ ઝોન ખાતેના શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર જંકશન પ્‍લોટની મુલાકાત લેવામાં આવેલ. મુલાકાત દરમિયાન નાયબ કમિશનરશ્રી દ્વારા તમામ સ્‍ટાફની નિયમિતતા ચકાસણી ઉપરાંત દર્દીઓને મળતી સુવિધાઓ, દવાઓ સ્‍ટોક, લેબોરેટરી સેવાઓ ઉપરાંત આરોગ્‍ય કેન્‍દ્રમાં સ્‍વચ્‍છતા બાબતે પોતાના અગત્‍યના સૂચનો કર્યા હતા. આ ઉપરાંત તમામ આરોગ્‍યની કામગીરી અંગે મેડીકલ ઓફિસરની સમીક્ષા કરેલ હતી.

ઉપરાંત આરોગ્‍ય કેન્‍દ્રનાં એક સગર્ભા લાભાર્થી કે જેઓ હાઈ રિસ્‍ક સગર્ભા હતા તેમનાં નિવાસસ્‍થાને પહોંચી સગર્ભાવસ્‍થા દરમિયાન તપાસ, સોનોગ્રાફી, લેબ રીપોર્ટસ ઉપરાંત ખાસ કરીને સરકારી યોજનાઓના લાભ ઉપરાંત કુટુંબ કલ્‍યાણ પદ્ધતિઓનાં સ્‍વીકાર બાબતે ઉપરાંત આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા ગળહ મુલાકાત અંગેની ખરાઈ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત તમામ સગર્ભાઓની સોનોગ્રાફી તપાસ દર ત્રણ માસે એકવાર થાય તે સુનિશ્વિત કરવા આરોગ્‍ય અધિકારી અને અન્‍ય સ્‍ટાફને સુચના આપવામાં આવેલ. આ ઉપરાંત ખાસ કરીને દરેક જોખમી સગર્ભા ધરાવતી બહેનોની મેડીકલ ઓફિસર ઉપરાંત ગાયનેકોલોજિસ્‍ટ દ્વારા મુલાકાત થાય તે બાબતે ભાર મૂકવામાં આવેલ.

(3:54 PM IST)