News of Sunday, 27th July 2025
મવડી હેડક્વાર્ટર કસ્તુરી ચોક શાકમાર્કેટ પાસે મંજુલાબેન કુકડીયાના ગળામાંથી ૧ાા લાખના ચેઇનની ચીલઝડપઃ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટઃ શહેરમાં ચીલઝડપનો વધુ એક બનાવ બન્યો છે. મવડી પોલીસ હેડક્વાર્ટર નજીક વસંત વાટીકા ચોકથી કસ્તુરી શાક માર્કેટ રોડ પર આ બનાવ બન્યો છે. જેમાં એક મહિલાના ગળામાંથી બાઇક પર આવેલો ચિલઝડપકાર રૂા. ૧,૫૦,૦૦૦નો પેન્ડલ સાથેનો ચેઇન ખેંચી ભાગી ગયો છે.
આ અંગે તાલુકા પોલીસે અંબિકા ટાઉનશીપ અંબા માતાના મંદિર નજીક જીવરાજ પાર્ક રોડ ઇશાન ફલેટ ડી-૧૦૧માં રહેતાં મંજુલાબેન છગનભાઇ કુકડીયા (પ્રજાપતિ) (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો છે. મંજુલાબેન ૨૬મીએ સાંજે સવા સાતેક વાગ્યે મવડી હેડકવાર્ટરથી વસંત વાટીકા ચોક કસ્તુરી શાક માર્કેટ રોડ પર જતાં હતાં ત્યારે બાઇકચાલક આવ્યો હતો અને ગળામાં ઝોંટ મારી પેન્ડલ સાથેનો કુલ ત્રણ તોલાના ચેઇન-પેન્ડલની ચિલઝડપ કરી ભાગી ગયો હતો. તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્સ. અજયભાઇ ભુંડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:46 AM IST)










