News of Sunday, 27th July 2025
રાજકોટના પુર્વ પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનોઃ વર્ષ ૨૦૧૯૯-૨૨માં ફરજકાળ દરમિયાન મહિલાને લગ્નની લાલચ અપાવી દેહ ભોગવી પછી લગ્ન ન કર્યાનો આરોપ
તાજેતરમાં સરકારે જે બે પીઆઇને ફરજીયાત નિવૃત કર્યા તેમાં પીઆઇ વિક્ટર ફર્નાન્ડીઝ પણ હતાં

રાજકોટઃ શહેરમા અગાઉ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા અને સરકારે તાજેતરમાં જેને ફરજીયાત નિવૃત કરી દીધા હતાં તે પુર્વ પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ વિરૂધ્ધ રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો દાખલ થતાં ચકચાર મચી ગઇ છે. આ બનાવમાંભોગ બનનાર મહિલા એકતાલીસ વર્ષની છે. પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ અગાઉ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં ત્યારે તેણે પોતાના કાર્યક્ષેત્રમાં રહેતી મહિલા સાથે મિત્રતા કેળવી હતી અને લગ્નની લાલચ આપી ઇચ્છા વિરૂધ્ધ શરીરસંબંધ બાંધી લઇ બાદમાં લગ્ન નહિ કર્યાનો આરોપ મુકાયો છે.
આ બનાવમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી આઇપીસી ૩૭૬ (૨), (ક), (૧), ૩૭૬ (૨) (એન) મુજબ પુર્વ પીઆઇ વિક્ટર જ્હોન ફર્નાન્ડીઝ (વી. જે. ફર્નાન્ડીઝ)એ વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન અવાર-નવાર આ મહિલા સાથે દૂષ્કર્મ આચરી લીધાનો આરોપ મુકાયો છે.
જો કે આ ફરિયાદ ઓનલાઇન પોર્ટલ પર સેન્સેટીવ ગણીને બ્લોક કરી દેવામાં આવી છે. તેમજ વિશેષ વિગતો પણ જાહેર કરવામાં આવી નથી. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. એન. રાઠોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
વિશેષ વિગતો મુજબ તાજતેરમાં સરકારે બે અધિકારીઓને ફરજીયાત સરકારી સેવામાંથી નિવૃત કરી દીધા હતાં. જેમાં ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેમાં ફરજ બજાવતા એક પીઆઇ તથા અમવાદાદ શહેરમાં ફરજ બજાવતા વી.જે. ફર્નાન્ડિઝનો સમાવેશ થતો હતો. તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી આ બંને નિવળત્ત થયા હતાં. સરકારના આદેશ મુજબ જાહેર હિતમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન હવે વી. જે. ફર્નાન્ડીઝ વિરૂધ્ધ રાજકોટમાં બળાત્કારનો ગુનો દાખલ થતાં ચકચાર મચી ગઇ છે.
(11:49 AM IST)










