<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

કાલે વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્‍યતિથિઃ વીરવા-ઢોલરા રોડ અને જામકંડોરણા ખાતે મહારક્‍તદાન કેમ્‍પ

રાજકોટ સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે આયોજનઃ રક્‍તની અંદાજે ૩૦૦ બોટલ એકત્ર થશે

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલના જરૂરીયામંદ દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી, શ્રીમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના સહયોગથી ગૌ.વા.શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્‍યતિથી નિમિતે તા.૨૯, મંગળવાર બપોરે ૨ થી ૭ વાગ્‍યા સુધી, સિધ્‍ધિ-વિનાયક ઈન્‍ઙઝોન ગેટ, વીરવા -ઢોલરા રોડ ખાતે તેમજ સવારે ૭ થી ૨ વાગ્‍યા સુધી કન્‍યા છાત્રાલય, જામકંડોરણા ખાતે મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્‍પમાં વીરવા-ઢોલરા-ખાંભા ગામ, સમસ્‍ત વીરવા ખાંભા ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોન, શ્રી જયેશભાઈ રાદડીયા પરિવાર, જામકંડોરણા ગ્રામ્‍ય પરિવાર, શ્રીમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ હોસ્‍પિટલ બ્‍લડ બેંકના એમ.ડી.પેથોલોજીસ્‍ટ બહોળી સંખ્‍યામાં રક્‍તદાન કરવા વિનંતી કરાઈ છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે દર્શભાઈ ખૂંટ, રશીકભાઈ ખૂંટ, અશોકભાઈ ખૂંટ, સ્‍મીત વેકરીયા, ઉમેશભાઈ વરસાની, ધીરૂભાઈ સખીયા, શ્રીમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિનય જસાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૧૮)

(11:37 AM IST)