News of Monday, 28th July 2025
સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા હાઇટેક કૃત્રિમ અંગ વિતરણ

રાજકોટઃ સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા સુરત ખાતે આસપાસના વિસ્તારમાં જરૂરિયાતમંદોના લાભાર્થે ખાસ કેમ્પ કરી ૩૯૩ દિવ્યાંગોને કૃત્રિમ અંગ વિતરણ કરવામાં આવેલ. શિક્ષાપત્ર લેખીત અને આચાર્યપદ સ્થાપન મહોત્સવ વડતાલધામના ઉપક્રમે યોજાયેલ આ કેમ્પ્માં વિનામુલ્યે કૃત્રિમ હાથ-પગ વિતરણ કરવામાં આવેલ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે ઓનલાઇન આશીર્વાદ આપેલ. કેન્દ્ર સ્થળે સુરતના કલેકટર સોૈરભ પારઘી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વગેરે ઉપસ્થિત રહયા હતા. આ કેમ્પનું આયોજન ગોકુલધામ નારના સ્વપ્નદ્વષ્ટા શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને હરિકેશવદાસજી સ્વામી તથા દાતાશ્રીઓના સહયોગથી ALIMCO જેવી વિશ્વ વિખ્યાત કંપનીના હાઇ-ટેક પ્રોસ્થેટિક લીમ્સ અને નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું. આ કેમ્પની સમગ્ર વ્યવસ્થા વડતાલધામના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી, સદગુરૂ સ્વામી નીલકંઠચરણદાસજી, કલાકુંજ તથા કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી અને સદગુરૂ ધર્મવલ્લભ સ્વામી, વેડરોડ ગુરૂકુળ વગેરે સંતોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું
(4:26 PM IST)










