News of Monday, 28th July 2025
હિમાલય પર રાજકોટના સાહસવીરોની સાયકલ સફર
૮ દિવસમાં ૫૦૧ કિ.મી. સાયકલ ચલાવી : મનાલીથી શરૂ કરી જીસપા, સીંકુલાપાસ, પેંસીલાપાસ સહીતના સ્થળો ફરી કારગીલમાં સમાપન

રાજકોટ તા. ૨૮ : હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં રાજકોટના ૧૦ સાહસીકોએ સાયકલ સફર ખેડી આહલાદક લ્હાવો મેળવ્યો હતો.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સાયકલ સાહસીકો અમિત ટાંક, પાર્થ મહેતા, ભાવિન મચ્છર, મનીષ પરલીકર, સાહિલ લાખાણી, નિલેશ સચદેવ, હર્ષ મણવર, રિયા મણવર, રમેશ કાનાણી, જય માનસુરીયાએ જણાવ્યુ હતુ કે અમે ૮ દિવસમાં ૫૦૧ કિ.મી.ની સાયકલ યાત્રા હેમખેમ પૂર્ણ કરી હતી. પ્રથમ દિવસે મનાલીમાં પ્રેકટીસ રાઇડ કરી સીસુ જવા પ્રયાણ કર્યુ હતુ. સીસુથી જીસ્પા, ઝાસ્કર સુમડો સુધીની સફર હેમખેમ પૂર્ણ કરતા ત્રણ દિવસ લાગી ગયા હતા. ચોથા દિવસે હાઇએસ્ટ કલાઇમ્બ ૧૬૫૮૦ ફુટની ઉંચાઇ સર કરી સીંકુલા પાસ અને સીકુલા પાસ કવર કરેલ. સીકુલા પાસ સૌથી ઉંચો પાસ હતો. ખુબ ચઢાણવાળો રસ્તો આવે છે. કલાકના માત્રા પ કિ.મી. સાયકલ ચાલતી અને કયારેક તો સાયકલ પરથી ઉતરી પણ જવુ પડતુ. આવી કપરી સફર હિંમતભેર આગળ વધારી અમે ગોમો રાજગોજોન પર્વત પર ચઢી ગયા હતા.
ગોમોરાજગજોન પર્વત બુધિસ્ટ સંપ્રદાયનો ખુબ પવિત્ર પર્વત મનાય છે. જયાં પોઝીટીવ વાઇબ્રેશન મહેસુસ કરેલ. નેસર્ગીકતાનો નજારો માણી અહીંથી પદમ, પેસીલા પાસ અને પ્રકાચિક પહોંચયા હતા. આ માર્ગ ઉતારવાળો હતો. એટલે છેલ્લે દિવસે ખુબ સરળતા રહી હતી. પ્રકાચિકથી કારગીલ પહોંચી આ સાયકલયાત્રાને વિરામ અપાયો હતો.
આમ ૮ દિવસમાં ચઢાણ ઉતારવાળા માર્ગો પર કુલ ૫૦૧ કિ.મી.ની સાયકલયાત્રા હેમખેમ પૂર્ણ કરી હતી. આ સાયકલયાત્રામાં રાજકોટથી અમિત ટાંક, પાર્થ મહેતા, ભાવિન મચ્છર, મનીષ પરલીકર, સાહિલ લાખાણી, નિલેશ સચદેવ, હર્ષ મણવર, રિયા મણવર, રમેશ કાનાણી, જય માનસુરીયા સાથે જોડાયા હતા.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સાહસીક સાયકલવીરો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:27 PM IST)










