News of Monday, 28th July 2025
એસ.ટી. બસપોર્ટમાં સ્પીડ બ્રેકર મુદ્દે હિતરક્ષક સમિતિ લાલઘૂમઃ મનસ્વી કામગીરી નહીં સાંખી લેવાય

રાજકોટ તા.૨૮: રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં મુસાફરોને પડતી હાલાકી અંગે ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિએ ઉગ્ર રજૂઆત કરી છે. સમિતિએ બસપોર્ટમાં સ્પીડ બ્રેકર મૂકવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે મન ફાવે તે પ્રકારે કામગીરીૅ સાંખી લેવામાં નહીં આવે.
સમિતિના મતે, તેઓ મુસાફરોના હિત માટે સતત જાગૃત પ્રહરી તરીકે કાર્યરત છે. તેમણે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજકોટ વિભાગીય નિયામકશ્રી જે. બી. કરોતરા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એમ.ડી.ને આ અંગે લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં સ્પીડ બ્રેકર મૂકનારા સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિએ એમ પણ અપીલ કરી છે કે, બસપોર્ટમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા સબકા સાથ, સબકા વિકાસ ની જેમ સમિતિના પ્રતિનિધિઓને સાથે રાખીને તેમના અભિપ્રાય લેવામાં આવે. હેલ્પલાઇન નંબરઃ ૯૪૨૬૨ ૨૯૩૯૬.
(4:39 PM IST)










