News of Monday, 28th July 2025
ર૭ ટકા બક્ષીપંચ અનામતની દિશાઃ સમીકરણોમાં ધરખમ ફેરફાર
તાલુકા-જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનમાં પસંદગીના વોર્ડમાંથી ચુંટણી લડવાના અનેકના રસ્તા બંધ થશેઃ અનેક માટે નવા દરવાજા ખુલશે ઝવેરી પંચના અહેવાલના અમલની તૈયારીઃ કુલ બેઠકોમાંથી પ૦ ટકા બેઠકો મહિલા અનામત અને અન્ય અનામત યથાવત

રાજકોટ, તા., ૨૮ : રાજયમાં ર૦ર૬ના વર્ષના પ્રારંભે સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓ આવી રહી છે. જેમાં પ્રથમ વખત ૨૭ ટકા બક્ષીપંચ અનામતનો અમલ થવાના જે તે વિસ્તારના રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફારો થઇ જશે. બક્ષીપંચ ઉપરાંત અનુસુચીત જાતી અને જનજાતીના અનામતમાં જોગવાઇ યથાવત રહેશે. ર૭ ટકા ઓબીસી અનામતના કારણે આ વર્ગમાં આવતી બેઠકો વધશે. સરકાર અમલ પુર્વેની તૈયારી કરી રહી છે. ટુંક સમયમાં કઇ પાલીકા-પંચાયતની કઇ બેઠક કયા પ્રકારની અનામત તે જાહેર થવા પાત્ર છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ર૩૧ તાલુકા પંચાયતો, ૩૧ જિલ્લા પંચાયતો અને ૧પ મહાનગરોમાં સામાન્ય ચુંટણી આવી રહી છે. તેમાં બક્ષીપંચ અનામતના નવા ધોરણો લાગુ પડી છે. બિનઅનામત બેઠકોમાંથી તેટલી બેઠકો ઓછી થશે. સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં પ૦ ટકા મહિલા અનામત છે.
સર્વોચ્ચ અદાલતના ચુકાદા અને ઝવેરી પંચના અહેવાલ મુજબ સરકારે ર૭ ટકા ઓબીસી અનામતનો અમલ કરવાનું સ્વીકાર્યુ છે. બેઠકોની સંખ્યા અને સ્થળ નક્કી કરવામાં સરકાર તથા ચુંટણી પંચની મહત્વની ભુમીકા રહેશે. અનામતમાં ફેરફાર થવાની અનેક રાજકીય લોકોને અસરકર્તા બનશે.
(4:54 PM IST)










