તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 28th July 2025
શહેર એસોજીએ રેલનગરમાંથી ૩૦.૩૬ લાખના એમડી ડ્રગ્સ સાથે નામચીન રણજીત ઉર્ફ કાનો ટીકીટ ગોહેલ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો જાડેજાને રૂ. ૩૦.૩૬ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડ્યા: ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બસિયાની સૂચના હેઠળ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધાસુરા અને ટીમની કાર્યવાહી: એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ રાઠોડ તથા પો. હેડ કોન્સ. દિગ્વિજયસિંહ ગોહિલ તથા પો. કોન્સ. હાર્દિકસિંહ પરમારની બાતમી : જુઓ વિડીયો

રાજકોટઃ શહેર વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. રેલનગરમાંથી એક નામચીન શખ્સ સહિત બે જણાને રૂપિયા 30.36 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે આ બેમાંથી એક શખસ અગાઉ દસેક જેટલા ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યો છે અને છ વખત પાસાની હવા પણ ખાઈ ચૂક્યો છે.
શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપી હોઈ તે અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ રાઠોડ તથા હેડકોન્સ. દિગ્વિજયસિંહ ગોહિલ તથા કોન્સ. હાર્દિકસિંહ પરમારની સંયુકત બાતમી આધારે રેલનગર ૮૦ ફુટ મેઇન રોડ ગુલમહોર પ્લાઝા શોપ નં.૧૦૬ ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે બે શખ્સને પકડી લીધા છે.
આ બંને પાસેથી રૂ. ૩૦,૩૬,૩૦૦ની કિંમતનું ૩૦૩.૯૩ ગ્રામ એમડી મળી આવ્યું છે. મોબાઇલ ફોન, રોકડા રૂપીયા, વજન કાંટો મળી કુલ રૂપીયા ૩૦,૫૩,૦૫૦નો મુદ્દામાલ કબ્જે કરી રણજીત ઉર્ફે કાનો ટીકીટ અરવિંદભાઇ ગોહેલ (ઉ.વ.૩૪ રહે- આનંદ નગર બ્લોક નં.૭ ક્વાર્ટર નં.૮૭ કોઠારીયા મેઈન રોડ રાજકોટ) તથા હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી ભુપતસિંહ જાડેજા (ઉ.વ.૩૨ રહે- સફર એપાર્ટમેન્ટ બી-વિંગ બ્લોક નં.૫૦૬ સનરાઇઝ સ્કુલની સામે રેલનગર રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી છે.
રણજિત ઉર્ફે કાનો ટીકીટ નામચીનની છાપ ધરાવે છે અને દારૂ, મારામારી, હત્યાની કોશિશ સહિત ૯ ગુનામાં સંડોવાઈ ચુક્યો છે અને ૬ વખત પાસાની હવા ખાઈ ચુક્યો છે. જ્યારે હિતેન્દ્રસિંહ ઉર્ફ હકો મારામારી, આર્મ્સ એક્ટ સહિત ૩ ગુનામાં પોલીસ ચોપડે ચડ્યો છે તથા એક વખત પાસાની હવા ખાધી છે. રાજસ્થાન તરફથી લાવ્યાનુ આ બંનેએ રટણ કર્યું હતું. આ અંગે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવામાં આવશે.
શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાની સૂચના હેઠળ પોલીસ ઈન્સપેક્ટર સંજયસિંહ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. એસ.બી.ધાસુરા તથા એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ રાઠોડ તથા અરૂણભાઇ બાંભણીયા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેશભાઈ બાળા તથા પો.હેડ કોન્સ. મૌલિકભાઈ સાવલીયા તથા દિગ્વિજયસિંહ ગોહીલ તથા ઉપેન્દ્રસિંહ ઝાલા તથા હરદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. હાર્દિકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલા તથા હરદેવસિંહ વાળા તથા મહિલા પો.કોન્સ. મોનાબેન બુસા તથા ડ્રા. પો.કોન્સ. મહાવિરસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ રહેવરે આ કામગીરી કરી છે. માદક પદાર્થનું પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારી કે.એમ.તાવીયાએ આપ્યો હતો.
(7:43 PM IST)










