News of Tuesday, 29th July 2025
લોકમેળામાં મંડપનું ટેન્ડર ગણેશ મંડપને અપાયુંઃ ૮૭.૭૫ લાખનું ટેન્ડર મંજૂર
ત્રીજા વર્ષ કરતા ૭ ટકા ઉંચુઃ સિવિલ ડેન્ડર ૧૮ લાખનું અપાયુંઃ જે ગયા વર્ષ કરતા ૧૪ ટકા નીચુ

રાજકોટ તા.૨૯ઃ રેસકોર્ષ મેદાનમાં યોજાનાર વિખ્યાત લોકમેળા અંગે તૈયારીઓ ચાલી રહી છે. ગઇકાલે મંડપ કોન્ટ્રાકટ અંગે ટેન્ડર ફાઇનલ કરી ખોલાયા હતા.
ફાઇનલ ટેન્ડરીંગ પ્રક્રિયા ગઇકાલે સાંજે પૂરી થઇ હતી.અને રાજકોટના ગણેશ મંડપને ૮૭ લાખ ૭૫ હજારમાં ટેન્ડર મંજૂર થયું છે. આ રકમ નેગોસીએશન પહેલાની છે. કલેકટર સમક્ષ ૧ થી ૨ દિવસમાં નેગોસીએશન થશે તેમ અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.
મંડપ કોન્ટ્રાકટ ગયા વર્ષે ૭૫ લાખ આસપાસ અપાયો હતો. આ વખતે ૭ ટકા ઉંચુ ૮૭.૭૫ લાખમાં મંડપ કોન્ટ્રાકટનું ટેન્ડર ફાઇનલ કરાયું છે.
દરમિયાન મેળામાં સિવિલ વર્કનું ટેન્ડર ગયા વર્ષ કરતા૧૪ ટકા ઉંચૂ ૧૮ લાખમાં અપાયું છે. જે પણ રાજકોટની પાર્ટી છે. આ સિવિલ વર્કમાં વરસાદ પડે, ગારો કાદવ કીચડ થાય તો રેતી, કપચી તથા સ્ટોલ આસપાસ અન્ય વ્યવસ્થા કરવાની બાબતનો સમાવેશ થાય છે.
(3:02 PM IST)










