<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

લોકમેળામાં ૪ કન્ટ્રોલ રૃમ: ર૪ વોચ ટાવર તથા સફાઇ-સુરક્ષા અંગે જડબેસલાક વ્યવસ્થાઃ ૪ સ્થળે પીવાનું પાણી

મેળાના ચારેય ખૂણે મોબાઇલ શૌચાલય રહેશે ઃ પાન-ગુટખા-તમાકૂ-સીગારેટના વેચાણ ખાવા-પીવા પર પ્રતિબંધ : મુખ્ય ૪ ગેઇટ પરથી એન્ટ્રીઃ ૮ કરોડનો વીમો ઃ રાઉન્ડ ધ કલોક સફાઇ કામગીરી ઃ ખાનગી સિકયુરીટી તૈનાત કરાશે ઉદ્ઘાટન અંગે મુખ્યમંત્રીને આમંત્રણઃ સી.એમ. ઉદ્ઘાટન માટે મંજુરી આપશે તો રાંધણછઠ્ઠના દિવસે સવારે મેળો ખુલ્લો મુકવાની યોજના જેથી આખો દિવસ લોકોને ફરવા મળે ૧ાા કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે તૈયારીઓ

રાજકોટ, તા. ર૯:  રાજકોટ ખાતે યોજાતા પારંપરિક લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. ગઇકાલે લોકમેળાના સ્ટોલની હરાજી અને ડ્રોની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેનાથી તંત્રને રૃા.૧.૮૯ કરોડની આવક થઈ છે. જોકે, હજુ પણ ૧૪૩ સ્ટોલ ખાલી પડ્યા છે, જે અંગે આગામી એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે. અધીકારીઓએ ઉમેર્યુ હતું કે ગુરૃવાર સુધીમાં બધુ ફાઇનલ થઇ જશે.

આ વર્ષના લોકમેળામાં સ્વચ્છતા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. કલેકટર દ્વારા ખાસ કરીને સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે. મેળામાં ચાર વિશેષ કંટ્રોલ રૃમ ભા કરવામાં આવશે, જેમાં કલેકટર વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, પોલીસ અને R&B વિભાગના અધિકારીઓ તૈનાત રહેશે. કોઈ અનિચ્છનીય ઘટના તો તેમના ૮ કરોડનો વીમો પણ લેવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ૨૪ જેટલા ટાવર ઉભા કરાશે, અને લોકો ફરીને આરામ કરી શકે તે માટે વિશ્રામગૃહો પણ તૈયાર કરવામાં આવશે. કચરાના યોગ્ય નિકાલ માટે મોટી સંખ્યામાં કચરાપેટીઓ રાખવાનો આદેશ પણ કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ કલેકટર દ્વારા ૧૦૦ જેટલા મામલતદાર, નાયબ મામલતદાર, અને અનય સ્ટાફના  સ્પેશિયલ ઓર્ડર લોક મેળો માટે કરવા, કાર્યવાહી શરૃ કરાઇ છે.

અધિકારીઓએ ઉમેર્યુ હતું કે, લોકમેળાના ઉદ્ઘાટન માટે કલેકટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, તેમનો સમય મંગાયો છે. સીએમ સમય આપશે તો આ વખતે રાંધ-છઠ્ઠના દિવસે સવારના મધ્યે ૧૦ વાગ્યાની આસપાસ ઉદ્ઘાટન કરવા અંગે નિર્ણય લેવાયો તેવી શકયતા છે, ઉદ્ઘાટનના દિવસે ૧ાા કલાકનો રાસ-ગરબા, કૃષ્ણનૃત્ય સહિતના વિશેષ કાર્યક્રમો યોજાશે, મેળાના મેદાનની ચારેય ખૂણે મોબાઇલ શોચાલય, પીવાના પાણીની વ્યવસ્થા રહેશે.

સાધનોએ જણાવેલ કે લોકમેળામાં પાન-ગુટખા-તમાકુ-સીગારેટ ખાવા-પીવા ઉપર-વેચાણ ઉપર સદંતર પ્રતિબંધ રહેશે, તંત્રે રાઇડનું કોકડૂ ઉકેલાતા તૈયારીઓ શરૃ કરી છે. 

(4:04 PM IST)