<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

રાઇડની હરરાજીમાં તંત્રને ૧ કરોડ ૩૬ લાખ ઉપજયાઃ હજુ ૧૪૩ પ્લોટ ખાલીઃ ગુરૃવારે નિર્ણય

રાજકોટ, તા. ર૯ઃ રાજકોટમાં યોજાતા જન્માષ્ટમી લોકમેળાની વિવિધ રાઈડની ટિકિટના દરમાં વધારાને મંજૂરી આપવામાં આવી છે. યાંત્રિક રાડસની ટિકિટના દરમાં રૃ.૫ નો વધારો કરાયો છે. રાઇડસના ૪૫ના બદલે હવે ૫૦ રૃપિયા ચૂકવવા પડશે. ૩૪ પ્લોટની હરરાજી યોજવામાં આવી હતી. યાંત્રિક રાઇડસ સંચાલકોની માંગણીને તંત્રએ સ્વીકારતા હરરાજી પૂર્ણ થઈ છે. યાંત્રિક રાઇડસ સાથે લોકમેળો યોજાશે, આ મેળો ખૂબ જ સારી રીતે થશે તેવી રાઇડસ સંચાલકોને આશા છે . ગઇકાલે સાંજે પ વાગ્યે ૩૪ રાઇડ પ્લોટની હરરાજી થઇ તેમાં અપસેટ ફાઇલ કરતા ૭ હજાર થી રપ હજાર જેવી વધુ રકમ આવી હતી, તંત્રને ૩૪ પ્લોટથી ૧ કરોડ ૩૬ લાખ જેવી આવક થઇ છે, હવે જે ૧૪૩ પ્લોટ ખાલી છે તે અંગે તંત્ર ગુરૃવાર સુધીમાં નિર્ણય લેશે.

(3:36 PM IST)