તા. ૧૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ સોમવાર
News of Tuesday, 29th July 2025
બિગ બજાર નજીક નશાખોર કારચાલકે આતંક મચાવ્યો એક બાદ એક 9 જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા : માતા-પુત્રીને ઈજા
ઈજાગ્રસ્ત બંનેને 108 મારફતે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા: ઘટનાસ્થળે પોલીસની પીસીઆર પહોંચી:રોષે ભરાયેલા લોકોએ નશાખોરની કાર પર પથ્થરમારો કર્યો

રાજકોટ : શહેરના બિગ બજાર નજીક નશાખોર કારચાલકે આતંક મચાવ્યો હતો. નશાખોરે કારથી એક બાદ એક 9 જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક માતા-પુત્રીને ઈજા પહોંચી છે. બંનેને 108 મારફતે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા છે. ઘટનાસ્થળે પોલીસની પીસીઆર પહોંચી. રોષે ભરાયેલા લોકોએ નશાખોરની કાર પર પથ્થરમારો કર્યો હતો.
(10:39 PM IST)










