<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

કસ્‍તુરબાધામ પાસેના ત્રિવેણી સંગમનો પુલ અત્‍યંત જર્જરીત અનેક રજૂઆતો છતા નિરાકરણ નહીઃ ભાજપ આગેવાનોને નો એન્‍ટ્રી

તાલુકા પંચાયત સદસ્‍ય નિશીત ખૂંટ તથા આગેવાનોનું કલેકટરને આવેદન ચૂંટાયા બાદ કેબીનેટ મંત્રી ભાનુબેન એક વખત પણ દેખાયા નથીઃ ગુમ થયેલ છે ના બોર્ડ લાગતા ભારે ચર્ચા

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ તાલુકા પંચાયતના સભ્‍ય નિશીત ખૂંટ તથા અન્‍યોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી વિવિધ મુદ્‌્‌ા બાબતે રજૂઆત કરી હતી.

આવેદનમાં જણાવેલ કે,  રાજકોટ તાલુકાના કસ્‍તુરબા ધામ ખાતે આવેલ ત્રિવેણી સંગમ કે જ્‍યાં પિતળઓના મોક્ષ પ્રાપ્તિના કાર્ય થાય છે આ ત્રિવેણી સંગમ ના ખાતે આવેલ એક સાઈડના પુલ અત્‍યંત દયનીય હાલતમાં છે વારંવાર તંત્ર તથા ધારાસભ્‍ય ને વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્‍ય નિરાકરણ આવેલ નથી તો સમસ્‍ત ગામ દ્વારા આજે ભાજપના કોઈપણ આગેવાનને ભવિષ્‍યમાં ત્રંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તથા અમારા ધારાસભ્‍ય તથા કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા કે જે ચૂંટણી પછી એક પણ વાર ત્રંબા ની મુલાકાત લીધી નથી તો અમારા ધારાસભ્‍ય શ્રી ભાનુબેન બાબરીયા ગુમ થયેલ છે, તેવું જણાવ્‍યું હતું.

આ સાથે જણાવવાનું કે સરકાર દ્વારા આજે એનપી ખાતરમાં ૧૫૦ રૂપિયાનો જંગી વધારો કરી ખેડૂત ઉપર એક પ્રકારનો બોજો નાખેલ છે આ જ એનપી ખાતર ૨૦૧૪માં ૪૦૦ રૂપિયાની થેલીમાં વેચાતું જે હવે ૧૮૫૦ માં મળશે આમ ખેડૂતોની આવક ડબલ કરવાને બદલે આજે છેલ્લા ૧૧ વર્ષમાં ભાજપ સરકાર દ્વારા ખાતરમાં ચાર ચાર ગણો વધારો કરવામાં આવેલ છે અને ખેડૂતો સાથે અન્‍યાય કરેલ છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આનો મત સ્‍વરૂપે જવાબ આપશુ.આવેદન દેવામાં તાલુકા પંચાયત સદસ્‍ય નિશિત ખૂંટ (અણીયારા), સરપંચ નારણભાઇ ખેર કાળીપાટ તથા ધર્મેશભાઇ જાદવ, યોગભા જાડેજા, ગોપાલભાઇ રાજપૂત, સચિનભાઇ બારસીયા, રવિભાઇ પાદરા વિગેરે જોડાયા હતાં. 

(2:35 PM IST)