News of Wednesday, 30th July 2025
લાઇટ હાઉસ પાછળના રસ્તે નિર્લજ્જ ચેનચાળા કરતાં યુવાન-યુવતિ પકડાયા
વોકીંગમાં નીકળેલા લોકોની નજર સામે જ ભાન ભુલી હરકતો કરતાં હતાં: યુનિવર્સિટી પોલીસે પકડયા

રાજકોટ તા. ૩૦: શહેરનાનવા ૧૫૦ રીંગ રોડ પરશુરામ ચોકડીથી આગળ લાઇટ હાઉસની પાછળ અટલ સરોવર જવાના રસ્તા પર જાહરેમાં એક યુવાન અને યુવતિ એકબીજાના અંગોને સ્પર્શ કરી નિર્લજ્જ બિભત્સ ચેનચાળા કરતાં હોઇ પોલીસે ઝડપી લીધા હતાં.
યુનિવર્સિટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાતે સવા દસેક વાગ્યે એએસઆઇ મુકેશભાઇ ચરમટા, કોન્સ. યશપાલસિંહ ઝણકાત સહિતના લાઇટ હાઉસ પાછળના રસ્તેથી નીકળતાં યુવાન-યુવતિ રોડ પર જ બિભત્સ હરકતો કરતાં જોવા મળ્યા હતાં. આ રસ્તેથી બીજા લોકો પણ વોકીંગ કરવા નીકળ્યા હોઇ તેઓની નજરે પણ આ બંને ચડયા હતાં. પોલીસે જીપીએક્ટ ૧૧૭ મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી. યુવાન હરિધવા રોડ પર રહે છે તે ૨૦ વર્ષનો છે. જ્યારે યુવતિ ૨૦ વર્ષની હતી તે મુળ જુનાગઢના પંથકની વતની છે અને હાલ ગાંધીગ્રામ વિસ્તારમાં રહે છે.
(3:42 PM IST)










