<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

ભણતરની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્‍નશીલ રહેજો : રમેશભાઇ ટીલાળા

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ વિધાનસભા ૭૦માં આવતી શાળાઓના આચાર્યો અને સ્‍કુલ મેનેજમેન્‍ટ કમીટીના સભ્‍યો સાથે ધારાસભ્‍યનો ગહન વાર્તાલાપ

 

રાજકોટ : નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હેઠળની વિધાનસભા ૭૦માં આવતી શાળાઓના આચાર્ય તેમજ  સ્‍કુલ મેનેજમેન્‍ટ કમીટીના સભ્‍યો સાથે ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ ટીલાળાનો વાર્તાલાપ ગોઠવાયો હતો. આ વાર્તાલાપમાં શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, વાઇસ ચેરમેન ડો. પ્રવિણભાઇ નિમાવત, સદસ્‍યો જયદીપભાઇ જલુ, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઇ સાંબડ, જાગૃતિબેન ભાણવડીયા, સંગીતાબેન છાંયા, હિતેશભાઇ રાવલ, સુરેશભાઇ રાઘવાણી, યુઆરસી સભ્‍યો દીપકભાઇ પાડસિયા, દિપકભાઇ સાગઠીયા અને શાળાઓના આચાર્યશ્રી તેમજ એસ.એમ.સી. સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. વાર્તાલાપમાં રમેશભાઇ ટીલાળાએ જણાવેલ કે શિક્ષક કયારેય સાધારણ ન હોય, પ્રલય અને નિર્માણ તેમના ખોળે રમે છે. આ તકે તેઓએ પોતાના વિસ્‍તારમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે તાકીદ કરી હતી. તેમજ શાળામાં ભણતરથી સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ધ્‍યાન આપવા સુચના આપી હતી. શાળામાં દરેક બાળકને યોગ્‍ય ભૌતિક સુવિધા મળે તેવા પ્રયત્‍નો કરવા જણાવ્‍યુ હતુ. શાળાઓના અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળાના આચાર્ય તેમજ એસ.એમ.સી. સભ્‍યો પાસેથી સુચનો પણ લીધા હતા. (૧૬.૫)

(3:47 PM IST)