News of Sunday, 3rd August 2025
નાણાવટી ચોકના કોમ્પ્લેક્ષમાં ઓફિસ ખોલી બે શખ્સની લોનના નામે ઠગાઇઃ મહિલાએ લોન એજન્ટ સાથે ૬,૫૦,૦૦૦ની ઠગાઇઃ ગાંધગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટઃ શહેરના એક મહિલા સાથે નાણાવટી ચોક જાસલ કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતાં બે શખ્સે દસ હજાર ભરવાથી બે લાખની લોન મળશે તેવી વાત કરી આ મહિલા લોન એજન્ટ તરીકે કામ કરતી હોઇ તેને મહિને ૩૦ હજારના પગારથી નોકરીમાં રાખતાં તણીએ પોતાના હસ્તકના ૬૫ ગ્રાહકો પાસેથી ૧૦-૧૦ હજાર લેખે ૬,૫૦,૦૦૦ ઉઘરાવી આ બંને શખ્સોને આપતાં બાદમાં આ બંને ઓફિસ બંધ કરી ભાગી જતાં ઠગાઇની ફરિયાદ નોંધાવાઇ છે. મહિલા ગ્રુપ લોનના નામે પેમ્પલેટ વિતરણ કરી આ શખ્સોએ કોૈભાંડ આચર્યુ હતું.
આ બારામાં ગાંધીગ્રામ પોલીસે સયાજી હોટલ પાસે સરકારી આવાસ યોજના ક્વાર્ટર નં. ૧૫ ત્રીજા માળે રહેતાં નુરજહાંબેન ઓસમાણમીયા કાદરી (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી મુકેશ વાઘેલા અને રાકેશ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
નુરજાહાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને લોન એજન્ટ તરીકે છુટક કામ કરુ છું. પંદર દિવસ પહેલા કામ માટે ત્રિકોણબાગ પાસે ગઇ હતી ત્યાં સીટી બસ સ્ટેશને ઉભી હતી ત્યારે એક અજણ્યો શખ્સ પેમ્પલેટ વેંચતો હતો જેમાં મોટા અક્ષરે ‘મહિલા ગ્રુપ લોન' લખેલુ હતું. તે પેમન્લેટમાં નીચે લોન માટેના જરૂર ડોક્યુમેન્ટ તથા લોન માટે જરૂરી માહિતી મળી હતી. બાદ ૧૫/૭/૨૫ના રોજ મારા કસ્ટમર સંજયભાઇએ મને વ્હોટ્સએપથી પેમ્પલેટ મોકલ્યું હતું જે ત્રિકોણબાગે હતી ત્યાં જોયુ હતું એ જ હતું. આથી મને આ વાત સાચી લાગી હતી.
ત્યારબાદ મેં પેમ્પલેટમાં લખેલા નંબર પર ફોન કરી તમે લોન કરો છો? તેમ પુછતાં તેણે હા પાડી હતી અને રૂબરૂ આવવા કહેતાં તેણે પેમ્પલેટમાં ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે જાસલ કોમ્લેક્ષ ત્રીજો માળ ઓફિસ નં. ૨૪૮નું એડ્રેસ લખેુ હોઇ હું ત્યાં જતાં મને ત્યાં મુકેશ વાઘોલ મળેલ. તેણે કહેલુ કે ઓફિસમાં બોર્ડ મારેલુ છે તે મુજબ તમે ૧ લાખ, ૨ લાખની લોન કરીએ છીએ. મેં વ્યાજ બાબતે પુછતાં તેણે કાચીચિઠ્ઠીમાં હપ્તા કઇ રીતે ભરવા તે સમજાવ્યુ઼ હતું.
બાદમાં મેં મુકેશ વાઘેલાને હું લોનનું કામ કરુ છું કહેતાં તેણે મને ૩૦ હજારના પગારની ઓફર કરી હતી અને કસ્ટમરો શોધી લાવવા કહેલુ. તેમજ બે લાખની લોન લેનારને દસ હજારનો વીમો પણ મળે છે. તેમ કહેતાં મેં મારા જાણીતા ૬૫ ગ્રાહકોને શોધીને કુલ ૬,૫૦,૦૦૦ મુકેશને આપ્યા હતાં. બે લાખની લોન માટે દસ હજાર ભરવાથી બે લાખની લોન મળે છે તેવી વાત કરી આ રકમ મેં બધા પાસેથી ઉઘરાવીને આપી હતી.
મુકેશે તેની સાથેના શખ્સને પોતાનો પાર્ટનર રાકેશ જણાવ્યો હતો. આ પછી ૩૧/૭ના રોજ હું ઓફિસે જતાં ખબર પડી હતી કે મુકે છેતરવાના ધંધા કરે છે. મારી પાસેથી લોન-વીમાના નામે ૬,૫૦,૦૦૦ મેળવી લઇ મુકેશ અને રાકેશ ઓફિસ બંધ કરી ભાગી ગયા હતાં. જેથી મેં પોલીસને જાણ કરી હતી. ગાંધીગ્રામ પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. આર. ટી. વાસદેવાણી વધુ તપાસ કરે છે.
(11:15 AM IST)










