News of Sunday, 3rd August 2025
હું બીજી છોકરી સાથે વાત કરુ છું તે વાત મારા ભાઇને શું કામ કહી? કહી હિરલબેનને પતિ વિજય સોલંકીની બેફામ મારકુટઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટઃ કેવલમ આવાસ ક્વાર્ટરમાં રહેતી પરિણીતાને તેના પતિએ હું બીજી છોકરી સાથે વાતો કરુ છું તે વાત તે મારા મોટા ભાઇને શું કામ કહી દીધી? તેમ કહી ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. આ અંગે યુનિર્સિટી પોલીસે કાલાવડ રોડ કેવલમ આવાસ યોજના બ્લોક નં.૨૫માં રહેતાં હિરલબેન વિજયભાઇ સોલંકી (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી તેના પતિ વિજય સંજયભાઇ સોલંકી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
હિરલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને મારો પતિ વિજય છુટક મજૂરી કરે છે. લગ્ન બાદ હું અને પતિ તથા મારા કાકીજી સાસુ પદ્દમાબેન શૈલેષભાસ સોલંકી જે સાધુ વાસવાણી રોડ નટરાજનગરમાં આવાસમાં રહે છે તેની સાથે રહીએ છીએ. મારા માવતરમાં પિતા હયાત નથી, માતા દયાબેન શૈલેષભાઇ પરમાર માર્કેટ યાર્ડ પાસે હુડકોમાં રહે છે. શનિવારે તા.૨ના બપોરે મારા કાકજી સાસુ પદ્દમાબેનના ઘરે હું હતી ત્યારે પતિ વિજયે આવી બોલાચાલીક રી હતી અને ઝઘડો કરી કહેલું કે મારા મોટા ભાઇ રાજને તું કેમ કહે છે કે હું બીજી કોઇસ્ત્રી સાથે ફોનમાં વાત કરુ છું, તને આવુ કહેવાનું કોણે કીધુ? કહી મને ઢીકાપાટુ માર્યા હતાં અને ગાળો દીધી હતી. બાદમાં તે જતો રહ્યો હતો. મને વાંસા, ગાલ, મોઢા પર મુંઢ ઇજાઓ થઇ હોઇ મારા માતા દયાબેનને ફોન કરતાં તોે મારા ઘરે આવ્યા હતાં અને મને સારવાર માટે લઇ ગયા હતાં. છેલ્લા ચારેક મહિનાથી પતિ મને આ રીતે નાની નાની વાતે મારકુટ કરી જેમતેમ બોલી ત્રાસ ગુજારતો હોઇ મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં હિરલબેને કહેતાં એએઅસાઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:14 AM IST)










