<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા બળેવ પર્વ નિમિતે જનોઇ બદલવા શનિવારે સામુહિક આયોજન

રાજકોટ તા. ૫ : પવિત્ર શ્રાવણ માસમાં ભુદેવો એક સ્‍થળે એકઠા થઇ શકે તેવા હેતુથી સમસ્‍ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા છેલ્લા પપ વર્ષથી સમુહમાં જનોઇ બદલવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ તા. ૯ ના શનિવારે સમૂહમાં જનોઇ બદલવા આયોજન કરાયુ છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમસ્‍ત બ્રહ્મસમાજના આગેવાનોએ જણાવ્‍યુ હતુ છેલ્લા દસ વર્ષથી બ્રહ્મ અગ્રણી કશ્‍યપ શુકલ અને પ્રમુખ દર્શિત જાની દ્વારા તમામ તળગોળને સાથે રાખીને શ્રાવણી પર્વ બળેવની ઉજવણી શાષાોકત રીતે કરવામાં આવે છે. જેમાં બ્રહ્મ ડોકટર્સ, બ્રહ્મ એડવોકેટસ અને વિવિધ ક્ષેત્રે ફરજ બજાવતા બ્રહ્મ અધિકારીઓ, બ્રહ્મ કર્મચારીઓ ઉપસ્‍થિત રહે છે.

દર વર્ષે અલગ અલગ સ્‍થળે આ આયોજન થાય છે. આ વર્ષે તા. ૯ ના શનિવારે સવારે ૮.૫૦ થી ૧૧.૩૦ દરમિયાન નંદવાણા બોર્ડીંગ, પ - જાગનાથ પ્‍લોટ ખાતે જનોઇ બદલવાની સામૂહીક વિધિ રાખેલ છે. પ્રખર શાષાી શ્રી સચિનભાઇ ઠાકર વિધિ કરાવશે. સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા પુઝાપાની વ્‍યવસ્‍થા નિઃશુલ્‍ક કરવામાં આવી છે. પૂજામાં જનોઇ બદલવા બેસતા ભુદેવો શિવબાણ, આચમની, પંચપાત્ર, તરભાણું, નેપકીન સાથે લઇને આવવાનું રહેશે.

આયોજન સંપૂર્ણ નિઃશુલ્‍ક છે. તેમ છતા રજીસ્‍ટ્રેશન જરૂરી છે. આ માટે દીપકભાઇ પંડયા (મો.૯૮૨૫૨ ૯૩૬૫૩), નલીનભાઇ જોશી (મો.૯૮૯૮૧ ૦૪૪૪૫), અતુલભાઇ વ્‍યાસ (મો.૯૮૨૪૪ ૬૦૮૪૨), યોગેન્‍દ્રભાઇ લહેરૂ (મો.૯૯૦૪૨ ૨૮૨૫૦)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માર્ગદર્શક કશ્‍યપ શુકલ અને પ્રમુખ દર્શિત જાનીના માર્ગદર્શન હેઠળ દીપક પંડયા, જનાર્દન આચાર્ય, નલિન જોષી, અતુલ વ્‍યાસ, દક્ષેશ પંડયા, શૈલેષ જાની, જીજ્ઞેશભાઇ ઉપાધ્‍યાય, પ્રશાંત જોષી, જયેશ જાની, યોગેન્‍દ્ર લહેરૂ તથા મહિલા પાંખના નીલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ભાવનાબેન જોશી વગેરે કાર્યરત છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા દીપકભાઇ પંડયા અને અતુલભાઇ વ્‍યાસ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(2:31 PM IST)