News of Tuesday, 5th August 2025
મનપાના શાસકોનો નવો ચીલો ? સ્ટેન્ડીંગ કમીટી બાદ દરખાસ્તોમાં ફેરફાર : મચ્છર ઉત્પતીના ચાર્જમાં ઘટાડો
અધિકારીઓએ સુચવેલા દસ ગણા ભાવ વધારા સામે શાસકોએ બેથી પાંચ ગણો ચાર્જ વહીવટી દરખાસ્તમાં કરાયો નિર્ણય

રાજકોટ, તા. પ : મહાનગરપાલિકા વિસ્તારમાં અમલી બનાવવામાં આવેલ મચ્છરો અને બીજી જીવાતો સામે ઉપચારજન્ય અને નિવારક પગલાઓનું નિયમન કરવા માટેના પેટા કાયદા-૧૯૮૩ અન્વયે મચ્છરો અને બીજી જીવાતો સામે ઉપચારજન્ય અને નિવારક પગલાંઓ લેવા માટે વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે.
હાલમાં વસુલવામાં આવતી વહીવટી ચાર્જ વસુલાતી રકમમાં વધારો કરવાની જરૂરીયાત જણાતા મેલેરીયા શાખા દ્વારા વસુલવામાં આવતા ઉકત વહીવટી ચાર્જની રકમમાં વધારો સુચવતી દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મંજુરી અર્થે રજૂ કરવામાં આવી હતી પરંતુ સ્ટેન્ડીંગ કમિટીમાં આ ચાર્જ અંગે કશો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ શાસકો સામે લોકરોષ જોવા મળતા પદાધિકારીઓએ નવો ચીલો પાડી સ્ટેન્ડીંગ કમીટી મીટીંગ બાદ વહીવટી દરખાસ્તમાં ફેરફાર કરી મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ડબલ તથા કોમર્શીયલમાં બે થી પાંચ ગુણો ચાર્જ મંજૂર કરવામાં આવતા મનપા લોબીમાં તરહ-તરહ ચર્ચાએ જોર પકડયું છે.
પાણી સંગ્રહના તમામ સાધનો મચ્છરનો પોરા થઇ શકે તેમ રાખવા બદલ રહેણાક- રહેણાક માટે રૂા.૧૦૦, બિન રહેણાક/ કોમર્શીયલ માટે પ્રતિ દિવસ-૨૦૦, પાણી સંગ્રહના ટાંકીઓ,ચ ટાંકાઓ, બેરલ, કેરબા,જામીનની અંદરની ટાંકીઓ,ઓવરહેડ ટાંકીઓ હવાચુસ્ત ઢાંકણથી ન રાખવા બદલ અથવા તેમાં મચ્છરની ઉત્પતિ થવા બદલ રૂા.૧૦૦/થી રૂા.૨૦૦, તમામ પ્રકારના પાણી સંગ્રહના સ્થાનો/સાધનો હવાચુસ્ત ઢાંકણથી ન ઢાંકવા બદલ રૂા.૧૦૦થી રૂા.૨૦૦,તમામ પ્રકારના પાણી સંગ્રહના સ્થાનો/સાધનો હવાચુસ્ત ઢાંકણથી ન ઢાંકવા બદલ રૂા.૧૦૦, થી ૨૦૦, કોઇ જાહેર જગ્યા અથવા ખાનગી ખુલ્લી જગ્યામાં પાણી સ્થિર અને મચ્છર ઉત્પતિ થાય તે રીતે પાણીનો સંગ્રહ થાય તે રીતે પાણી છોડવા બદલ રૂા.૧૦૦/રૂા.૨૦૦, સેલરોમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ ન કરવા બદલ રૂા.૧૦૦/ રૂા.૨૦૦/ ડ્રેનેજ સુવિધા ન હોય તેવા સ્થળોએ સોસ ખાડા બનાવ્યા વગર પાણીનો નિકાલ કરવા બદલ રૂા.૧૦૦/ રૂા.૨૦૦/ , સેપ્ટીક ટેન્ક તથા ભુગર્ભ ગટરના એર પાઇપ પર તારની જાળી અથવા કપડુ ન બાંધવા બદલ રૂા. ૧૦૦/- રૂા. ર૦૦/-, બાગ, બગીચા, ફુવારા, હોજ, સ્વીમીંગ પુલ વિગેરેમાં ઉત્પન્ન થાય તે રીતે પાણી સંગ્રહ કરવા અથવા પાણીનો સંગ્રહ થવા બદલ રૂા.ર૦૦/- રૂા. ૧૦૦૦/-, ફીઝ ટ્રે, એરકુલર, વોર કુલર, એરકંડીશનરો, સુશોભનના કુંડા, ટાયર, પક્ષીકુંજ, અવેડા, વાસણ કે અન્ય કોઇ પણ પ્રકારનો ભંગાર અથવા ઉપયોગી કે બિનઉપયોગી સાધનો વગેરેમાં પાણી જમા હોય તેનો નિકાલ ન કરવા બદલ અથવા તેમાં મચ્છરની ઉત્પતિ થવા બદલ રૂા. ૧૦૦/- રૂા. ૧૦૦૦/- મંજુર કરવામાં આવેલ છે. (૯.ર૭)
(3:45 PM IST)










