<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

લાખાજીરાજ શાકમાર્કેટ રાજકોટની ઐતિહાસિક ધરોહર

આધુનિકીકરણ અને અમૂલ્‍ય વારસાનું યોગ્‍ય સમારકામ થાય તો જોખમ ઘટશે

રાજકોટ : ઐતિહાસિક ધરોહર સમી લાખાજીરાજ શાકમાર્કેટ બચાવી શકાય. રાજકોટમાં ધર્મેન્‍દ્ર રોડ સ્‍થિત લગભગ ૧૦૦ વર્ષથી નિયમિત વપરાતી લાખાજીરાજ શાકમાર્કેટનું બાંધકામ નબળુ જણાતા ત્‍યાંના શાકભાજી વેચતા વેપારીઓ મનપા દ્વારા ખાલી કરવાની નોટીસ પાઠવવામાં આવેલ છે.  અહીં ઉલ્લેખનીય છે કે બાંધકામ વર્ષો જુનું હોવાથી ઘણી જગ્‍યાએ નબળુ પડયું છે. પરંતુ ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ શાકમાર્કેટ રાજકોટની ઐતિહાસિક ધરોહર છે. આનું સ્‍ટ્રકચર જોવા અને ફોટા પાડવા દેશ-વિદેશથી પણ લોકો આવે છે. રાજકોટના જુના લોકો માટે આ એક મહામુલા સંભારણા સમાન છે.

(3:52 PM IST)