<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

રાજકોટ-મોરબી-ભાવનગર હાઇવે ૭૮ જેટલા ગેરકાયદેસર ગેપ-ઇનમીડિયન ફરી બંધ કરાયા

જીલ્લા માર્ગ સલામતી બેઠક મળીઃ ઘાયલને મદદરૂપ થનાર લોકોનું ૧પ મી ઓગસ્‍ટે સન્‍માન

રાજકોટ તા.૬,   રાજકોટ જિલ્લા કલેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ હતી. જેમાં માર્ગ સલામતીને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા, નેશનલ હાઈવે ડિવિઝન, માર્ગ અને મકાન વિભાગ સ્‍ટેટ્‍સ/પંચાયત, રૂડા સહિતના વિભાગોની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં પ્રેઝન્‍ટેશન મારફત રોડ રસ્‍તા રિપેરિંગને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા, આર.એન્‍ડ.બી. પંચાયત/સ્‍ટેટ, રૂડા સહિતની વિવિધ એજન્‍સી દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી. હાલ ગ્રીનલેન્‍ડ ચોકડી થી ગોંડલ ચોકડી તથા ગોંડલ ચોકડી થી ગોંડલ સુધીના સર્વિસ રોડ ઉપર રોડ-રીપેરીંગની કામગીરી શરૂ હોવાનું નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવાયું હતું. સાથો સાથ રાજકોટ-મોરબી રોડ પરના ૫૬ જેટલા, રાજકોટ ભાવનગર હાઇવે પરના ૨૨ જેટલા ગેરકાયદે ગેપ-ઈનમીડિયન પુનઃબંધ કરાયાનું જણાવ્‍યું હતું.

વિશેષમાં આગામી તા.૧૫ ઓગસ્‍ટ,૨૦૨૫ના રોજ અકસ્‍માતમાં ઘાયલોને મદદરૂપ બનનાર ‘ગુડ સેમરિટન' લોકોને સન્‍માનિત કરવામાં આવશે. જયારે અકસ્‍માતમાં ઘાયલને હોસ્‍પિટલમાં રૂ. દોઢ લાખ સુધીની કેશલેસ સારવાર મળવાપાત્ર હોવાનું વાહનવ્‍યવહાર અધિકારીશ્રી કેતન ખપેડે જણાવ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેકટર  એ.કે. ગૌતમ,  આસિસ્‍ટન્‍ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારી  વિમલ ચક્રવર્તી, ગ્રામ્‍ય એસ.પી. એસ.એસ.રાઘવન્‍દુ, સહિત સિવિલ, શિક્ષણ, ૧૦૮ સહિત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(

(12:07 PM IST)