<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

છરી બતાવી ધમકી દઇ ૧૯ વર્ષની યુવતિ સાથે સુરેશનું વારંવાર દૂષ્‍કર્મ : વિડીયો અને ફોટા વાયરલ કરી દીધા

નાનાને મારી નાખવાની ધમકી દઇ યુવતિને પરાણે ફોન દીધોઃ એક રાતે ઓસરીમાં સુતી બળજબરી આચરી લઇ પછી બાથરૂમમાં ખેંચી ગયો અને ફોટા પાડી બ્‍લેકમેઇલ કરી : યુવતિ બાંધકામની સાઇટ પર કામ કરતી ત્‍યાં જઇને પણ બળજબરી આચરી લેતો હતોઃ અવાવરૂ જગ્‍યાએ બોલાવી, બાથરૂમમાં ઘુસી જઇને પણ દૂષ્‍કર્મઃ યુવતિના નાના પાસે રોકડ રકમ પણ માંગીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી

 

રાજકોટ તા. ૬: શહેરમાં દૂષ્‍કર્મનો વધુ એક કિસ્‍સો પોલીસ ચોપડે નોંધાયો છે. બહારગામની ઓગણીસ વર્ષની યુવતિ રાજકોટ મામાના ઘરે રહી મજૂરી કરતી હોઇ તેના મામાના ગામના વતની શખ્‍સે તેણીના નાનાને મારી નાખવાની ધમકી દઇ પરાણે મોબાઇલ ફોન આપી બાદમાં એક રાતે યુવતિ ઓસરીમાં સુતી હોઇ છરી બતાવી બળાત્‍કાર ગુજારી લઇ તેમજ બાથરૂમાં ખેંચી લઇ ખરાબ ફોટા પાડી લીધા બાદ તે વાયરલ કરવાની ધમકી દઇ અવાર-નવાર બળાત્‍કાર ગુજારતાં અને છેલ્લે યુવતિના નાના પાસે એક લાખ વીસ હજાર રૂપિયા માંગી તેણીના ફોટા-વિડીયો વાયરલ કરી દેતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ૧૯ વર્ષની યુવતિની ફરિયાદ પરથી  રાજકોટમાં  રહેતાં સુરેશ વિનુભાઇ સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. યુવતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે મારુ મુળ ગામ રાજકોટ નથી, હાલ રાજકોટ મામાના ઘરે રહુ છું. ચારેક મહિના પહેલા મારા મામાના ગામનો વતની સુરેશ સોલંકી શેરીમાં ઉભો હોઇ મને જોઇ ઇશારા કર્યા હતાં તેમજ મને ઉભી રાખી એક સીકાર્ડ વાળો ફોન આપ્‍યો હતો અને આ ફોન તું રાખ તેમ કહ્યું હતું. મેં ના પાડતાં કહેલુ કે જો ફોન નહિ રાખ તો તારા નાનાને મારી નાખીશ, હું  બીજુ પણ ઘણુ બધુ કકરી શુ તેમ છું. તેમ કહેતાં મેં ધમકીથી ડરી ફોન રાખી લીધો હતો.

એ પછી આજથી ત્રણેક મહિના પહેલા રાતે હું ઓસરીમાં ખાટલા પર સુતી હતી ત્‍યારે સુરેશ ધસી આવ્‍યો હતો જેથી હું જાગી જતાં તેણે અવાજ કરતી નહિ, મારી પાસે છરી છે તેનાથી પતાવી દઇશ તેમ કહી ધમકાવી મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. તેમજ મને બાથરૂમમાં લઇ જઇ બળજબરીથી મારા અને તેના બંનેના સાથે ખરાબ ફોટા પાડી લઇ ‘હવે તારે મારી સાથે હું કહુ ત્‍યારે શરીર સંબંધ બાંધવો પડશે. જો ના પાડીશ તો તારા ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ કરી દઇશ અને તારી જિંદગી બગાડી નાંખીશ' તેવી ધમકી આપી હતી. ત્‍યારબાદ એક દિવસ હું બાંધકામની સાઇટ પર મજૂરીએ ગઇ હતી ત્‍યારે સુરેશ ત્‍યાં ધસી આવ્‍યો હતો અને બિલ્‍ડીંગના છઠ્ઠા માળે મારી સાથે બળજબરી આચરી લીધી હતી.

તેના થોડા દિવસ પછી તે ફરીથી ઘરે કોઇ ન હોઇ ધસી આવ્‍યો હતો અને બાથરૂમમાં મને ખેંચી જઇ શરીર સંબંધ બાંધી ફરીથી વિડીયો ઉતારી લીધો હતો. એ પછી સુરેશ તેના ઘર નજીક અવાવરૂ જગ્‍યાએ મને લઇ ગયો હતો ત્‍યાં પણ ઇચ્‍છા વિરૂધ્‍ધ સંબંધ બાંધી લીધો હતો. ત્‍યાર પછી હું બાંધકામની સાઇટ પર હતી ત્‍યાં ફરીથી સુરેશે આવી મારે તારી સાથે શરીર સંબંધ બાંધવો છે તેમ કહેતાં મેં ના પાડતાં તનેણે ધમકી આપેલી કે હવે ફોટા વિડીયો તારા પરિવારને આપી દઇશ, સોશિયલ મિડીયામાં મોકલી દઇશ. આમ કહી ધમકાવી તે જતો રહ્યો હતો. હું તેનાથી કંટાળી ગઇ હોઇ અંતે મેં ઘરમાં વાતક રતાં મામા મને મારા ગામ મુકી ગયા હતાં.

એ પછી તાજેતરમાં સુરેશે મારા નાનાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે-તારે મને ૧ લાખ ૨૦ હજાર રૂપિયા આપવા પડશે, નહિતર હું તને રસ્‍તામાં મારી નાખીશ અને તારી ભાણીના વિડીયો વાયરલ કરી દઇશ. બાદમાં મારા પપ્‍પાને કોઇએ વાત કરી હતી કે તમારી દિકરીનો ખરાબ વિડીયો વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં ફરે છે. આથી મારા પિતાએ તપાસ કરતાં આ વિડીયો સુરેશે વાયરલ કર્યાનું જણાયું હતું. તેમજ મારા કુટુંબી ભાઇને પણ સુરેશે એક અજાણ્‍યા ગ્રુપમાં એડ કરી દઇ આ ગ્રુપમાં પણ મારા ફોટા-વિડીયો વાયરલ કરી દેતાં અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં યુવતિએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. (૧૪.૯)

(2:59 PM IST)