<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

પક્ષે મને માંગ્‍યા વગર ઘણું આપ્‍યું: ગોવિંદભાઈ પટેલ : જુઓ વિડિયો

પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલે જાહેરજીવનના પાંચ દાયકાથી પણ વધુ સમયના અનુભવો શેર કર્યા : ૧૯૭૪માં નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી, જનતા મોરચો ચૂંટાયો અને રાજકીય કારકીર્દીને એક નવી દિશા મળી, વોર્ડ નં.૮ના એક અદના કાર્યકરથી શરૂઆત કરેલી, રાજકોટ-સૌરાષ્‍ટ્રની જનતાએ ખૂબ પ્રેમ આપ્‍યો, જેનું ઋણ ચુકવી શકાય તેમ નથી

રાજકોટઃ પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલે આજે પત્રકાર પરીષદનું આયોજન કર્યુ હતું. જેમાં તેમણે તેમના જાહેરજીવનના ૫૦ વર્ષથી વધુ સમયના ચડાવ-ઉતારની અલપ-ઝલપ અને સંસ્‍મરણો રજૂ કર્યા હતા.

 જાહેર જીવનની અર્ધી સદી વટાવતા પૂર્વ ધારાસભ્‍યશ્રી ગોવિદભાઈ પટેલે કારકિર્દીની શરૂઆત ૧૯૭૧ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કરેલ, જનસંઘના મોભી અને ખેડૂતપુત્ર છું, શ્રી કેશુભાઈ પટેલ, રાજકોટ - ૧ અને વાંકાનેર વિધાનસભા એમ બે શીટ પરથી ચૂંટણી લડતારૂ હતા એ સમયે કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામેથી અભ્‍યાસ અર્થે આવેલા ગોવિદભાઈ જનસંઘના આગેવાન શ્રી હર્ષદભાઈ વૈઘે રાષ્ટ્રભાવનાની સમજ આપીને પક્ષમાં કાર્યરત કરેલ.

પક્ષનું કામ કરતા જનસંઘના આગેવાન શ્રી જીતુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ધીરજ અને ખંતથી કામ કરતાં રહ્યા, એ રાજકીય સંઘર્ષના દિવસોમાં સ્‍વ.ચીમનભાઈ શુક્‍લ, સ્‍વ.અરવિંદભાઈ મણીઆર, સ્‍વ.કેશુભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ વૈદ્ય, શ્રી રમણીકભાઈ વૈદ્ય, વજુભાઈ વાળા વગેરે આગેવાનો સાથે પરિચય થયો,  અને પારિવારિક ભાવનાથી કામ કરતા આગેવાનો સાથે આત્‍મીય પરિચય કેળવાયો.

દેશમાં નવી રાજકીય ક્રાંતિની શરૂઆત થઇ, ૧૯૭૪ના નવનિર્માણ આંદોલન વખતે યુવા નેતાઓ અનામિક શાહ, પૃથ્‍વીસિહ જાડેજા, અમિતાબેન ઓઝા, અભયકુમાર ભારદ્વાજ સાથે આદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી, કટોકટીના કાળમાં મીસાના કાયદા હેઠળ બાપક પ્રમાણમાં ધરપકડો કરીને જેલવાસ કરેલ, એવે વખતે એવા ઘણા કાર્યકરો જેલમાં હતા જેઓના ઘર ચલાવવાની તકલીફો હતી, એ સમયે શ્રી અરવિદભાઈ મણીઆરની સુચના મુજબ ફંડ એકત્ર કરવાનું કામ અને મીસા વાસીઓના જરૂરિયાતમંદ પરિવારોને દર મહીને જરૂરત મુજબ આર્થિક સહાય કરી આપવાની જવાબદારી નીભાવી.

કોંગ્રેસનો સૂર્ય મધ્‍યાહને તપતો હતો,પરંતુ કટોકટી કાળના કારમાં દિવસો પસાર થયા જનતા મોર્ચાનુ ગઠન થયું અને પ્રચંડ બહુમતીથી જનતા મોરચો ચૂંટાયો અને રાજકીય કારકિર્દીને એક નવી દિશા મળી જનતા મોર્ચાની યુવા પાંખના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી સમય પ્રમાણે ભાજ૫ની સ્‍થાપના થઇ. ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની જવાબદારી પક્ષ તરફથી સોંપવામાં આવી પ્રજા સાથેના સીધા સંપર્કોના કારણે સેવા કરવાનો બહોળો સમય મળ્‍યો, અને નવા સ્‍કુલ બિલ્‍ડીંગો વિધાર્થીઓની સંખ્‍યા વધારવાનો તથા નવા સ્‍કુલ શિક્ષકોની ભરતીનો અવસર મળ્‍યો.

જાહેરજીવનના ૫૦ વર્ષો દરમ્‍યાન અનેક ચડતી પડતીના અનુભવો પણ થયા, ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં આખાય દેશમાં પક્ષની કારમી હાર પણ જોઈ, પણ પક્ષ પ્રત્‍યેની નિષ્ઠા અને રાષ્ટ્રભાવનાની વિચારધારાને  જીવંત રાખી પથ બદલ્‍યો નહિ.  વર્ષો સુધી શ્રી ચીમનભાઈ શુક્‍લ અને અરવિદભાઈ મણીઆર સાથે રહીને તેમના આદેશ અને આદર્શ મુજબ કામ કર્યું.

સૌરાષ્ટ્ર માટે ૧૯૮૪ થી ૧૯૮૯ સુધીનો સમયગાળો અતિ કઠીન હતો. એક તરફ ત્રણ ત્રણ વર્ષના દુકાળ અને બીજી બાજુ ગ્રામ્‍ય વિસ્‍તારના સામાજિક જીવનને રંજાડતા ગુંડાઓ આવી પરિસ્‍થિતિમાં શ્રી પોપટભાઈ સોરઠીયા,શ્રી ચીમનભાઈ શુક્‍લ, શ્રી સુર્યકાન્‍તભાઈ આચાર્યએ સૌરાષ્ટ્ર ગુંડાગીરી નાબુદી સમિતિ બનાવી જેમાં શ્રી શિવલાલભાઈ વેકરીયા, શ્રી સવજીભાઈ કોરાટ, ચંદ્રેશભાઈ પટેલ,  દિલીપભાઈ સંઘાણીની ટીમ સાથે રહીને ગુંડાગીરી નાબુદી સમિતિ દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારને જાગૃત કરવા અને હિમતભેર સામનો કરવાનું આહવાન કરતાની સાથે જાનના જોખમે લડતી ચલાવી.

૧૯૮૭,૮૮,૮૯ના દુષ્‍કાળ સમયે જયારે કેન્‍દ્ર સરકારે ખેડૂતો ને પાકવીમો આપવાની ના પાડી ત્‍યારે સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિના માધ્‍યમથી લડત ચલાવતા શ્રી શિવલાલભાઈ વેકરીયા, શ્રી ચકુભાઈ ડોડીયા, શ્રી ચંદુભાઈ શિંગાળા, વિઠલભાઈ રાદડિયા, સવજીભાઈ કોરાટ વગેરેની સાથે જીલ્‍લા ભાજપના મહામંત્રી તરીકે સક્રિય ભાગ લઈ પરિણામ લક્ષી આંદોલન દ્વારા ખેડૂત ખેડૂતોને પાકવીમો અપાવેલ તેમજ ૧૦,૦૦૦ સુધીના દેવા માફ કરાવવામાં સફળતા મેળવેલ અને ખેડૂતોને ન્‍યાય અપાવેલ.

૧૯૮૦ થી ૧૯૮૫ની મહાનગરપાલિકામાં ભાજ૫ એકની બહુમતીથી સતામાં હતો, ત્‍યારે એક સભ્‍યના પક્ષપલટા કારણે શ્રી ચીમનભાઈ શુક્‍લએ પક્ષપલટા વિરુદ્ધ આમરણાંત ઉપવાસ કરેલ, આ વખતે આંદોલનને વેગ આપવા સક્રિય ભૂમિકા દિવસ અને રાત જોયા વગર ભજવી.

આમ આમ સતત સંઘર્ષના રાજકીય વાતાવરણમાં વોર્ડ નં- ૮ના એક અદના કાર્યકરથી શરુ કરીને. શહેર પ્રમુખ જીલ્‍લા (ત્રણ વખત) પ્રદેશ કારોબારી સભ્‍ય સમય પ્રમાણે શિક્ષણ સમિતિના ચેરમેન, કોર્પોરેટર, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્‍યુટી મેયર વગેરે જવાબદારીઓ સંભાળી આ સમય દરમ્‍યાન સોરઠીયાવાડીચોક, સિદુરિયાખાણ, સ્‍વિમિગપુલ, ૮૦ફૂટ રોડ ઓવરબ્રીજ, આજીડેમ, પક્ષીઘર, લાલપરી કબીર ટેકરી લેન્‍ડ સ્‍કેપિગ વગેરે બનાવવાનું કામ હાથ ધરેલ.

સંગઠનના કાર્યકર્તા હોવાથી ક્‍યારેય માગ્‍યું નથી પરંતુ પક્ષે, શાળાબોર્ડ, મેયર, ડે.મેયર, ગ્રામ્‍ય વિકાસ નિગમ ચેરમેન,ધારાસભ્‍ય, રાજ્‍યમંત્રી, અને ત્રણ ટર્મ ધારાસભ્‍ય તરીકેની રાજકીય યાત્રામાં નવી આર્યુવેદિક હોસ્‍પિટલ, પદ્મકુંવરબા હોસ્‍પિટલનું એક્‍સપાંશન,નવી કેન્‍સર હોસ્‍પિટલ, ઝનાના હોસ્‍પિટલનું નવીનીકરણ સાયન્‍સ સીટીની ભેટ રાજકોટને અપાવવાનું સદભાગ્‍ય મળ્‍યું. રાજકોટની જનતાએ અને રાજકોટ જીલ્‍લા અને સૌરાષ્ટ્રની જનતાએ ખુબ જ પ્રેમ અને સહકાર આપ્‍યો છે જેનું ઋણ ચૂકવી શકાય એમ નથી.

ગુજરાતની જનતા મોર્ચો સરકાર બની, ત્‍યારબાદ અટલજી વડાપ્રધાન બન્‍યા, ૧૯૯૫ થી અત્‍યાર સુધી પક્ષનું શાસન અનુભવ્‍યું , તેમાં પણ ૨૦૦૭ થી વૈસ્‍વીક મહામાનવ શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે ગુજરાત વિધાનસભા તથા ૨૦૧૨ ના પ્રધાનમંડળમાં કામ કરવાની તક મળી એ જીવનનું સંભારણું છે. આ સમય દરમ્‍યાન મહાનગરોમાં ટોચ મર્યાદા ના કારણે ઉભી થયેલ સૂચિત સોસાયટી બની ગયેલ હતી. પરંતુ આધાર ન હતો, તે આધાર અપાવવાનો કાયદો વિધાનસભામાં સફળ રજૂઆતના અંતે બન્‍યો અને હજારો કુટુંબોના આશીર્વાદ સમાન એતિહાસિક કામનો યશ મળ્‍યો એ કાયમી સ્‍મૃતિમાં રહેશે.

તસ્‍વીરમાં ત્રકાર પરીષદમાં ગોવિંદભાઈ પટેલ (મો.૯૮૨૪૪ ૫૧૫૫૬), મેયર નયનાબેન પેઢડીયા, શહરે ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ભાજપ પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવ અને અરૂણભાઈ નિર્મળ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૩૪)

 

રાત્રે ૧૨:૩૦ વાગ્‍યે નરેન્‍દ્રભાઈનો ફોન આવ્‍યો કે શું કરો છો?

રાજકોટઃ વર્ષ ૨૦૧૨માં ગોવિંદભાઈ પટેલને મંત્રી બનાવવામાં આવ્‍યા એ પ્રસંગને યાદ કરતાં ગોવિંદભાઈએ કહ્યું કે શપથની આગલી રાતે ૧૨:૩૦ વાગ્‍યે મને નરેન્‍દ્રભાઈ મોદીનો ફોન આવ્‍યો કે શું કરો છો ગોવિંદભાઈ.. મેં કહ્યું સુતો છું. તો નરેન્‍દ્રભાઈએ કહ્યું આવતીકાલે તમારે મંત્રીપદના શપથ લેવાના છે.

 

મેયર બનવાની પણ સ્‍વ.કેશુબાપાને ના પાડી હતી

શિક્ષણ સમિતિના ચેરમેન બનવાની મેં ના પાડી તો સ્‍વ.અરવિંદભાઈ મણીયારે મને કહ્યું

તારા સિવાય કોઈ ચાલે એમ નથીઃ ગોવિંદભાઈ

રાજકોટઃ પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલે જણાવ્‍યું હતું કે ૧૯૮૦માં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મારા નામની જાહેરાત થઈ ત્‍યારે મેં સ્‍વ.અરવિંદભાઈ મણીઆરને ના પાડી હતી. ત્‍યારે મને સ્‍વ.અરવિંદભાઈએ કહેલું કે તારા સિવાય કોઈ ચાલે તેમ નથી. જો ન ફાવે તો બે વર્ષ પછી મુકી દેજે.

આ ઉપરાંત ૧૯૯૧માં કોકા હોટલમાં કોર્પોરેટરોની મીટીંગ હતી. જેમાં સ્‍વ.કેશુભાઈ પટેલે મારા નામની મેયર તરીકે જાહેરાત કરી હતી. મીટીંગ પૂરી થયા બાદ મેં કેશુબાપાને કીધુ કે મેયરના ટર્મને એક વર્ષ બાકી છે.

હું કાચો પડીશ, સિનિયરને મેયર બનાવો. બાદ કેશુબાપાએ ફરી મિટિંગ બોલાવી. કાંતિભાઈ વૈદ્યએ પણ ના પાડી. અંતે વજુભાઈ વાળાને મેયર અને મને ડેપ્‍યુટી મેયર બનાવવામાં આવ્‍યો હતો. આમ, ભાજપમાં મેં નહી તુ ની ભાવના સાથે કામ થતું હોવાનું જણાવેલ.

 

(2:18 PM IST)