<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

આગામી ૧લી સપ્‍ટેમ્‍બરથી રાજકોટ સહિત દેશભરમાં રજીસ્‍ટર એડી બંધ

રોજ હજારો એડી-સ્‍પીડ પોસ્‍ટ થાય છેઃ અલગ મેઇનટેનન્‍સની કાર્યવાહી નહિ કરવી પડેઃ સરકાર ટુંકમાં જાહેર કરશે : સ્‍પીડપોસ્‍ટમાં મર્જર કરી લેવાશેઃ હાલ રજીસ્‍ટર્ડ એડીના રૂા. ૩૯ તો સ્‍પીડ પોસ્‍ટના રૂા. ૪૧ થાય છેઃ પોસ્‍ટમેન અને તંત્રને ફાયદો

 

 

રાજકોટ, તા. ૭: રાજકોટ હેડ પોસ્‍ટ ઓફીસના ટોચના અધિકારી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આગામી ૧ લી સપ્‍ટેમ્‍બરથી રાજકોટ સહિત દેશભરના રજીસ્‍ટર એડી સેવા બંધ થઇ જશે, અને આ સેવા પોસ્‍ટલની ભારે લોક પ્રિય બનેલી સ્‍પીડ પોસ્‍ટ સેવામાં મર્જર કરી લેવાશે, હાલ રજીસ્‍ટર એડી સેવા પણ રાજકોટ સહિત દેશભરમાં ભારે લોક પ્રિય છે.

અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે રજીસ્‍ટર એડી સેવા બંધ થતા હેડ પોસ્‍ટ ઓફિસ તથા અન્‍ય સેવા પોસ્‍ટ ઓફીસમાં એડીના તમામ કાઉન્‍ટર બંધ કરી ત્‍યાં સ્‍પીડ પોસ્‍ટ સેવાના કાઉન્‍ટર ચાલુ કરી દેવાશે, રજીસ્‍ટર એડી સ્‍પીડ પોસ્‍ટ સેવામાં ૧ લી સપ્‍ટેમ્‍બરથી મર્જ થતા અલગથી મેઇનટેનન્‍સની કાર્યવાહી નહિ કરવી પડે. સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટ આ અંગે ટુંક સમયમાં જાહેરાત કરશે તેમ આ અધીકારી સૂત્રો ઉમેરી રહયા છે.

સાધનોએ જણાવેલ કે હાલ રજીસ્‍ટર એડીમાં ૧ પેકેટના રૂા. ૩૯ થાય છે. સ્‍પીડ પોસ્‍ટ સેવામાં ૧ પેકેટનો ભાવ રૂા. ૪૧ છે. પોસ્‍ટલ તંત્રને ૧ પેકેટે ર રૂા. નો ફાયદો થશે, રાજકોટમાં રોજના હજારો સ્‍પીડ પોસ્‍ટ અને રજીસ્‍ટર એડી થાય છે. દેશ લેવલે પોસ્‍ટલ તંત્રને એક ઝાટકે કરોડોનો એક દિ'નો ફાયદો થવા જઇ રહયો છે, તો પોસ્‍ટમેનને પણ એક સેવાને કારણે કામનું ભારણ ઘટશે અને ફાયદો થશે. અધીકારીઓએ ઉમેર્યુ હતું કે અફવા તો એવી હતી કે ઓડીનરી ટપાલ કે જે હાલ ડબામાં નખાતી હતી તે સેવા બંધ થાય છે. પરંતુ આવી કોઇ બાબત નહી હોવાનું સાધનો ઉમેરી રહયા છે.(૬.૧૩)

 

(2:45 PM IST)