તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 7th August 2025
મનપાના ફાયર વિભાગમાં ચાર મીની ફાયર ફાઇટરો જોડાયા : નયનાબેન દ્વારા ફલેગ ઓફ
શહેરની સાંકળી શેરી-ટ્રાફીકવાળા વિસ્તારમાં આગ બુજાવવા વિશેષ મદદગાર બનશે

રાજકોટ, તા. ૦૭: મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૭/૦૮/૨૦૨૫, ગુરૂવારના રોજ ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગના ઉપયોગ માટે રૂ.૩.૪૪ કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ ૦૪(ચાર) મીની ફાયર ફાઈટર વાહનોનું ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ ખાતે લોકાર્પણ(ફ્લેગ ઑફ) મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, ચેતનભાઈ સુરેજા, મંજુબેન કુગસીયા, ડૉ.દર્શનાબેન પંડ્યા, ઈ.ચા.ચીફ ફાયર ઓફિસર અમિત દવે, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિ.ડી.ઘોણીયા, ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયર એન્ડ ઈમરજ્ન્સી સર્વિસીસ વિભાગના કર્મચારીઓ, ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (લ્થ્પ્પ્લ્સ્ળ્) ગ્રાટ હેઠળ રૂ.૩૪૪ લાખના ખર્ચે ૦૪ નંગ મીની ફાયર ફાયટર ખરીદ કરવામાં આવેલ છે. આ મીની ફાયર ફાયટરમાં ૧૦૦ એચ પી એન્જીન ધરાવતી ટાટા કંપનીની ચેસીસ લ્લ્૩૦૪ ની ૨૦૦૦ લી. ની ટેન્ક, હાઇ પ્રેશર પંપ, હોઝરીલ, ૭.૫ મી. લેડર, હાઇડ્રોલીક કોમ્બીકટુલ તથા જરૂરી એસેસરીઝનો સમાવેશ કરવામાં આવેલ છે. આ મીની ફાયર કોમ્પેકટર (મીની) પ્રકારનું હોય સાંકળી શેરી તથા ટ્રાફીક વાળા વિસ્તારમાં લાગેલી આગ બુજાવવા માટે મીની ફાયર ફાયટરનો ઉપયોગ વિશેષ રૂપે કરી શકાશે.
(3:34 PM IST)










